National

ટાટાનું વેલકમ: રૂપિયા 18,000 કરોડ ચૂકવી ટાટા 68 વર્ષે ફરી એરઈન્ડિયાનું માલિક બન્યું!

એર ઇન્ડિયા (Tata Auqire Air India After 68 Years) 68 વર્ષ બાદ ટાટા સન્સમાં પરત ફરી છે. આ માટે સરકાર દ્વારા હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ બોલી ટાટા સન્સ દ્વારા લગાવવામાં આવી હતી. ટાટા સન્સે એર ઈન્ડિયાને 18 હજાર કરોડમાં ખરીદી છે. DIPAM ના સચિવ તુહીન કાંતા પાંડેએ શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી.

ટાટા સન્સ એર ઇન્ડિયા અને તેના બીજા સાહસ એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા સેટ્સ એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પાસે પણ 50 ટકા હિસ્સો હશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ એન્ડ મેનેજમેન્ટના સચિવે જણાવ્યું હતું કે ટાટાની 18,000 કરોડની સફળ બોલીમાં 15,300 કરોડ રૂપિયાની લોન લેવાનો અને બાકીના રોકડમાં ચૂકવવાનો સમાવેશ થાય છે.

68 વર્ષ પછી એર ઈન્ડિયા (Air India) હવે ટાટા ગ્રુપ (TATA Group)ની થઈ ગઈ છે. સ્પાઇસ જેટથી વધુ બીડ લગાવી ટાટા ગ્રુપે બોલી જીતી (win auction) લીધી છે. સરકારે ટાટા સન્સની બોલીનો સ્વીકાર કરી તેમાં 100 ટકા હિસ્સો વેચવા માટે ટેન્ડર મંગાવ્યું હતું. હવે એર ઈન્ડિયાની બીજી કંપની એર ઈન્ડિયા સેન્ટ્સ(AISATS)માં સરકાર તેની સાથે 50 ટકા હિસ્સો વેચશે. એર ઈન્ડિયા માટે જે કમિટી બની છે, તેમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala sitaraman), કોમર્સ મંત્રી પિયૂષ ગોયલ (piyush goyel) અને એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાની રિઝર્વ પ્રાઈસ 15થી 20 હજાર કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી હતી.

આ મહિનાની શરૂઆતમાં, ટાટા સન્સ અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહ (તેમની વ્યક્તિગત ક્ષમતામાં) બંનેએ બિડ કરી હતી. ગયા મહિને અહેવાલોએ જણાવ્યું હતું કે ટાટાએ બિડ જીતી હતી, જોકે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેને નકારી કાઢી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે હજુ સુધી કશું ફાઇનલ થયું નથી.

1932 માં શરૂ કરવામાં આવી હતી એરલાઇન્સ:  તમને જણાવી દઈએ કે JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઈન્સ બની અને 29 જુલાઈ 1946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની. 1953 માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી અને તે એક સરકારી કંપની બની. હવે ફરી એક વખત ટાટા ગ્રુપના ટાટા સન્સે આ એરલાઇનમાં રસ દાખવ્યો છે. એટલે કે, લગભગ 68 વર્ષ પછી ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા ગ્રુપ પાસે જવાની ધારણા છે. ટાટા સન્સ ગ્રુપમાં 66 ટકા હિસ્સો ધરાવે છે, અને તે ટાટા ગ્રુપના મોટા હિસ્સેદાર છે.

સમગ્ર હિસ્સો વેચવામાં આવી રહ્યો છે: કેન્દ્ર સરકાર સરકારી માલિકીની એરલાઇનમાં તેનો 100 ટકા હિસ્સો વેચ્યો છે, જેમાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો AI એક્સપ્રેસ લિમિટેડમાં અને એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો સામેલ છે. 2007 માં ડોમેસ્ટિક ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયા બાદ એરલાઇનને નુકસાન થઇ રહ્યું છે. સરકાર વર્ષ 2017 થી એર ઇન્ડિયાનું વિનિવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારથી, ઘણા પ્રસંગોએ, પ્રયત્નો સફળ થયા નથી. 

જોકે, બાદમાં સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા અને ખરીદદારોને નવો વિકલ્પ આપ્યો. આ પછી કોરોના આવ્યો અને તેના કારણે વિનિવેશની પ્રક્રિયામાં વિલંબ થયો. સરકારે સંભવિત બિડર્સને એપ્રિલ, 2021 માં નાણાકીય બિડ રજૂ કરવા કહ્યું હતું. તેનો સમયગાળો 15 સપ્ટેમ્બર સુધીનો હતો. જોકે, સફળ બિડરને એર ઇન્ડિયાની સસ્તી એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસનું પણ 100 ટકા નિયંત્રણ મળશે.

Most Popular

To Top