Charchapatra

ડાઉન ટુ અર્થ

 “ડાઉન ટુ અર્થ” શબ્દપ્રયોગ મહાજન માટે કરવામાં આવે છે. આનો અર્થ “જે તે વ્યક્તિ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા.” અહીં માનવમૂલ્યોની વાત આવે છે.  વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ વિચારસરણી અને માન્યતાને મૂલ્યો તરીકે ઓળખવામાં આવે છે. મૂલ્યોથી જ વિશિષ્ટ પ્રતિભા ખીલે છે. મૂલ્યોની યાદીમાં નમ્રતા, ઉદારતા, ક્ષમાશીલતા સાથે સત્યનિષ્ઠા, સહાનુભૂતિ, પ્રામાણિકતા, અહિંસા, કર્તવ્યનિષ્ઠા, ચારિત્ર્ય વગેરે વગેરે ઉદાત્ત ગુણોનો  સમન્વય હોય છે. વ્યક્તિ “ડાઉન ટુ અર્થ” એમ કહીએ ત્યારે સ્વભાવમાં નમ્રતાનાં પ્રથમ દર્શન થાય છે. અહીં ઘમંડ, અભિમાનને અવકાશ નથી.
“નમ્ર હું વિનમ્ર હું
નમ્રથીય વિનમ્ર છું.”   -ઉમાશંકર જોશી
અહીં અલ્પ અહંકારની વાત છે. નમ્રતા અને સાદાઈથી તમામ ગુણોનો વિકાસ થાય છે. પરિણામે વ્યક્તિ જમીન સાથે જોડાયેલા રહે છે અને સફળતાપૂર્વક આગળ વધે છે. ચાલો ત્યારે થોડા ઉદાર, ક્ષમાશીલ અને વિનમ્ર બનીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top