SURAT

ચલો અમેરિકા: સુરતથી ન્યૂયોર્ક, સાનફ્રાન્સિસ્કો અને વેનકુંવર જવા માટે હવે પ્લેનની એક જ ટિકીટ લેવાની રહેશે

સુરત: હજુ દાયકા પહેલાં સુરત એરપોર્ટ પર માત્ર હવાઈપટ્ટી હતી. ઢોર-ઢાંખર રખડતાં હતાં. એકાદું વિમાન આવી પડે તો લોકોને કુતૂહલ થતું હતું. પરંતુ હવે ચિત્ર અને સ્થિતિ બદલાઈ છે. સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાના રન-વે, ટર્મિનલ બન્યા છે. ડોમેસ્ટીક ફ્લાઈટ્ની ઉડાઉડ વધી છે. પરિણામે મુસાફરોની અવરજવર પણ લાખોના આંકડા પર પહોંચી છે. રાત-દિવસ એરપોર્ટ ધમધમવા લાગ્યું છે. ડોમેસ્ટીક ઉપરાંત સુરત-શારજાહ વચ્ચે એક આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પણ શરૂ થઈ છે. હવે તેનાથી એક પગલું આગળ વધતાં સુરતના મુસાફરોને અમેરિકાની એર કનેક્ટિવીટી મળી છે.

સુરતના (Surat) મુસાફરોએ અમેરિકા જવા માટે હવે અમદાવાદ, મુંબઈ કે દિલ્હી સુધી લાંબા નહીં થવું પડે. ગાડીઓમાં પોટલાંઓ નાંખીને અમદાવાદ કે મુંબઈ એરપોર્ટ સુધી દોડાદોડી નહીં કરવી પડે. સુરતથી સીધી જ ન્યૂયોર્ક, સાનફ્રાન્સિસ્કો અને વેનકુંવરની એરકનેક્ટિવીટી મળી છે.

વાત એમ છે કે, હવે સુરતથી બેંગ્લુરુ, મુંબઇ , દિલ્હી થઈ સિંગલ PNR ટિકિટ પર અમેરિકા (America) અને કેનેડા (Canada) જઈ શકાશે. ઈન્ડિગો (Indigo) અને અમેરિકન એરલાઇન્સ (American Airlines) -અલાસ્કા એરલાઇન્સ (Alaska Airlines) વચ્ચે કોડ શેરિંગ એરેન્જમેન્ટ થતાં સુરતથી બેંગ્લુરુ, દિલ્હી, મુંબઇ જતી ઇન્ડિગોની ફ્લાઈટની સિંગલ પીએનઆર ટિકિટ લઈ અમેરિકાના ન્યૂયોર્કના જ્હોન એફ.કેનેડી એરપોર્ટ, સાન ફ્રાન્સિસ્કો અને કેનેડાના વાનકુંવર જઈ શકાશે.

સુરતથી ઇન્ડિગોની ફ્લાઈટમાં બેંગ્લુરુ, દિલ્હી, મુંબઇ પહોંચી અમેરિકા, કેનેડાની કનેક્ટ ફ્લાઈટ સિંગલ પીએનઆર ટિકિટમાં મળી શકશે. તેનાથી સુરત દક્ષિણ ગુજરાતના પેસેન્જરોને મુંબઇ, અમદાવાદ એરપોર્ટ સુધી બાય રોડ લાંબા થવામાં સમય બચશે. વિન્ટર શિડ્યુલથી આ ઇન્ટરનેશનલ કનેક્ટેડ ફ્લાઈટનો લાભ મળશે. સુરતથી ઉપડેલી ડોમેસ્ટિક ફ્લાઈટનો સામાન સિંગલ પીએનઆર ટિકિટથી ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં લઈ જવા કસ્ટમ ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરવી પડશે.

Most Popular

To Top