Columns

ભૂલથી પણ વેલેન્ટાઇન પર પોતાની પ્રેમીકા કે પ્રેમીને આવી ગીફ્ટ આપશો નહીં

વેલેન્ટાઇન ડે (valentine’s day) નજીક આવી રહ્યો છે. કોરોનાના (Corona Pandemic) કારણે ઘણા કપલ્સ (couples) લોંગ ડિસટન્સમાં (long distance) હતા એટલે હવે વેલેન્ટાઇન ડે પર પોતાના પાર્ટનર્સને રીઝવવા અને તેમને સ્પેશ્યલ ફીલ કરાવવા ખાસ પ્લાનિંગ કરે એવી શક્યાતાઓ છે. વેલેન્ટાઇન ડે પર તમે તમારા પાર્ટનરને કિ કઇ ગિફ્ટ્સ આપી શકો છો, એની લાંબી યાદી તમારી પાસે હશે જ. પણ કઇ ભેટ આપવી વાસ્તુશાસ્ત્રના હિસાબે ખોટી રહેશે એ તમને કોઇએ કહ્યુ નહીં હોય.

ડૂબતા વહાણનો ફોટો:

વાસ્તુ શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિને ડૂબતા વહાણની ભેટ ક્યારેય ન આપો અને કોઈની પાસેથી ડૂબતા વહાણનો ફોટો કે શો પીસ લેશો પણ નહી. આવી મૂર્તિ અથવા ફોટો ઘરે રાખવાથી અશુભ પરિણામ મળે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આમ કરવાથી ભેટ મેળવનાર વ્યક્તિને આર્થિક નુકસાન અથવા આર્થિક વિકાસમાં અડચણનો સામનો કરવો પડી શકે છે.

કાળા વસ્ત્રો:

વાસ્તુ શાસ્ત્ર કહે છે કે વ્યક્તિએ કાળા કપડા ક્યારેય ભેટ તરીકે ન આપવા જોઈએ. જો કોઈ વ્યક્તિ અજાણતાં તમને આ રંગના કપડાં સાથે રજૂ કરે છે, તો તે દુ: ખ અને વેદનાનું કારણ બની શકે છે.

જૂતાં-ચપ્પલ:

ભલે તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ, પતિ કે પત્ની ટ્રેન્ડી શૂઝ પહેરવાના શોખીન હોય, પણ ભૂલે ચૂકે પણ તમારા પાર્ટનરને પગરખાં/શૂઝ/જૂતાં/ ચપ્પલ ગિફ્ટ કરશો નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે પણ કહેવાય છે કે પગરખાં/ શૂઝ/ જૂતાં/ ચપ્પલ ગિફ્ટમાં આપવા કે મળવા એ એકબીજાથી જુદા પડવાનું પ્રતીક હોઇ શકે છે.

રૂમાલ:

મોટાભાગના લોકો જાણે છે કે કોઈ પણ વ્યક્તિને રૂમાલ ભેટ ન કરવો જોઇએ. જો તમને આનું કારણ ખબર નથી, તો ચાલો તમને જણાવી દઈએ કે ભેટમાં રૂમાલ આપવું દુ:ખનું કારણ માનવામાં આવે છે. આમ કરવાથી પતિ-પત્ની કે પાટઈનર્સ વચ્ચે ઝઘડો થવાની સંભાવના છે.

ઘડિયાળ:

ઘણા લોકો ઘડિયાળ ભેટ તરીકે આપે છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ઘડિયાળ ભેટમાં આપવાને જીવનની પ્રગતિ અટકાવવાનું માનવામાં આવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top