National

BBC ડોક્યુમેન્ટ્રી: દિલ્હી યુનિમાં સ્ક્રીનીંગ પહેલા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત

નવી દિલ્હી : ગુજરાતમાં વર્ષ 2002માં થયેલી કોમી હિંસા ઉપર ડોક્યુમેન્ટ્રી (Documentary) બંનવવામાં આવી છે. BBC દ્વારા બનાવવામાં આવેલી આ ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનીગ (Screening) ઉપર હવે વારા ફરથી અલગ અલગ યુનિ ઓમાં ભરપૂર વિવાદ શરુ થઇ ગયો છે. જેને લઇ હવે દિલ્હી યુનિવર્સીટીના (Delhi University) પ્રોક્ટર રજની અબ્બીએ પહેલીથી અગમચેતીના પગલાં ભરવા માટે દિલ્હી પોલીસને એક પત્ર લખીને સૂચિત કર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. પહેલા જામિયા યુનિવર્સીટીમાંથી વિવાદ સામે આવ્યો હતો અને ત્યારબાદ હવે આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ દિલ્હીમાં શુક્રવારે આંબેડકર યુનિવર્સિટી કાશ્મીરી ગેટ ખાતે થવાનું હતું પરંતુ તે પહેલા જ અહીં વિવાદ શરુ થયો હોવાનું આવ્યું છે. જો કે યુનિવર્સિટી પ્રશાસને ત્યાંની ઇલેક્ટ્રિક લાઈનો કાપી નાખી છે.

  • BBC દ્વારા બનાવવામાં આવેલી આ ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનીગ ઉપર હવે ભરપૂર વિવાદ
  • પહેલા જામિયા યુનિવર્સીટીમાંથી વિવાદ સામે આવ્યો હતો અને ત્યારબાદ હવે DU માં વિવાદ
  • ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પહેલા યુનિવર્સિટી પ્રશાસને ત્યાંની ઇલેક્ટ્રિક લાઈનો કાપી નાખી

દિલ્હી યુનિની આર્ટસ ફેકલ્ટીમાં સ્ક્રીનિંગને લઈને વિવાદ શરુ
BBC દ્વારા દસ્તાવેજી વિવાદ જેએનયુ અને જામિયાથી લઈને દિલ્હી યુનિવર્સિટી સુધી ફેલાયો છે. NSUI કેરળ દ્વારા આજે સાંજે 4:00 કલાકે આર્ટસ ફેકલ્ટી ખાતે સ્ક્રીનીંગ આપવામાં આવ્યું હતું. પરંતુ તેનું આયોજન થઈ શક્યું નથી. કોઈ વિવાદ ન થાય તે માટે ગેટની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે કલમ 144 પણ લગાવી છે. તે જ સમયે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હોવાની જાણકારીઓ પણ સામે આવી છે.

આંબેડકર યુનિવર્સિટીમાં સ્ક્રીનિંગનો મામલો સામે આવી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ શુક્રવારે આંબેડકર યુનિવર્સિટી કાશ્મીરી ગેટ દિલ્હીથી સામે આવ્યો છે. જો કે યુનિવર્સિટીના વહીવટ કર્તાઓએ ત્યાંની વીજળી જાતે જ કાપી નાખી છે. આ કારણે વિદ્યાર્થીઓ તેમના ફોન અને લેપટોપ પર પહેલાથી જ ડાઉનલોડ કરેલી ડોક્યુમેન્ટ્રી જોઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે .આ ઉપરાંત એબીવીપીના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનમાં તોડફોડ કરી હતી.

DU એ દિલ્હી પોલીસને પહેલાથી જ પત્ર લખી જાણ કરી હતી
ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગ બાદ કહેવામાં આવ્યું હતું કે દેશભરની યુનિવર્સિટીઓમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે, DU પ્રોક્ટર રજની અબ્બીએ આ સંદર્ભમાં દિલ્હી પોલીસને એડવાન્સમાં એક પત્ર લખ્યો હતો અને વિવાદન થાય તે માટે પણ જાણકારી આપી હતી.

Most Popular

To Top