National

India: The Modi Question- PM મોદી ઉપર બેનેલી ડોક્યુમેન્ટ્રી એક ષડ્યંત્ર, બ્રિટનમાં શરુ થયો વિવાદ

નવી દિલ્હી : હાલમાંજ બ્રિટનની મીડિયા કંપની BBCએ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) પર એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી (Documentary) બનાવી છે. હવે આ ડોક્યુમેન્ટ્રી પર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના લોકો પણ આ ડોક્યુમેન્ટ્રીને લઈને નારાજ છે. લોકો તેને મોટા ષડયંત્રનો ભાગ ગણાવી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાને પણ આ મામલે હવે સફાઈ આપી દીધી છે.

જાણી લઈએ BBCની આ ડોક્યુમેન્ટ્રી શું છે
બ્રિટીશ બ્રોડકાસ્ટર બીબીસીએ ઇન્ડિયા ઘી મોદી પ્રશ્નના શીર્ષકથી બે ભાગમાં એક નવી સિરીઝ બનાવી છે. જેનો પહેલો ભાગ મંગળવારે રિલીઝ થઇ ચુક્યો છે. આ ભાગમાં પ્રધાન મંત્રી નરેન્દ્રમોદીના રાજનીતિની સફરનો શરૂઆતની જર્ની ઉપર વાતચીતના દોર કહેવામાં આવ્યા છે. તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે તેમના સંબંધો અને જોડાણ,ભાજપનું વધતું કદ અને ગુજરાતમાં મુખ્યમંત્રીના રૂપમાં તેમની નિયુક્તિની ચર્ચાઓ પણ દર્શાવવામાં આવી છે.આખા ભાગમાં સૌથી વધારે ચર્ચા કરવામાં આવી હોઈ તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં થયેલા ગુજરાતમાં દંગાના વિષયને લઇને કરાઈ છે. ભારતમાં આ સિરીઝ પ્રસારિત કરવામાં આવી નથી. જોકે લંડન સહીત આખા વિશ્વના કેટલાય દેશોમાં આ સિરીઝને BBCએ ચલાવી હતી. અને હવે તેને લઇને વિવાદ શરુ થઇ ચુક્યો છે. અને હવે આનો બીજો ભાગ 24 જાન્યુઆરીએ પ્રસારિત થવા જઈ રહ્યો છે.

બ્રિટનમાં ડોક્યુમેન્ટરીઝ પર શું થઈ રહ્યું છે?
બીબીસીની આ ડોક્યુમેન્ટરીનો બ્રિટનમાં જોરદાર વિરોધ શરૂ થયો છે. મોટી સંખ્યામાં ભારતીય લોકોએ બીબીસી સામે ઓનલાઈન અરજી કરી છે. આ સિવાય બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના લોકોને હવે બીબીસીનું સબસ્ક્રિપ્શન રદ કરવામાં આવી રહ્યું છે.

લોકોનું કહેવું BBCની વિચારધારા પક્ષપાત પૂર્વકની રહી છે
બીબીસી જાણી જોઈને ભારત અને બ્રિટનને બદનમાં કરવાની કોશિશ કરી રહ્યું છે. અને આ અંતર્ગત મોટી સંખ્યામાં ભારતીય અને બ્રિટિશ સંસ્થાનો દ્વારા બીબીસી મેનેજમેન્ટને પત્ર લખીને આપત્તિ જતાવી દીધી છે. વધુમાં તેઓ લખે છે કે BBCની વિચારધારા પક્ષપાત પૂર્વકની રહી છે. ધ રીચ ઈન્ડિયા’ સંસ્થાના પ્રમુખ ગાયત્રીનું કહેવું છે કે 24 જાન્યુઆરીએ પીએમ મોદી પર આ ડોક્યુમેન્ટ્રીનો બીજો ભાગ રિલીઝ થયા બાદ લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે.

બ્રિટનમાં રહેતા ભારતીયોનું શું કહેવું છે?
આ માટે અમે લંડનમાં ભારતીય સમુદાયના અધિકારો માટે લડતી ‘ધ રીચ ઈન્ડિયા’ સંસ્થાના પ્રમુખ ગાયત્રી સાથે વાત કરી. ગાયત્રી લંડનમાં સાયબર સિક્યુરિટી ક્ષેત્રે કન્સલ્ટન્સી માટે પણ કામ કરે છે. તેમણે કહ્યું, ‘બીબીસીની ડોક્યુમેન્ટ્રી એવા સમયે આવી છે જ્યારે બ્રિટનમાં પહેલીવાર ભારતીય મૂળના વ્યક્તિ વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. જ્યારે ઋષિ વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે બ્રિટન અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હતું. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું હતું અને બીજી તરફ દેશમાં આર્થિક સંકટનો સમયગાળો હતો. આ સમસ્યાઓનો સામનો કરવા માટે ઋષિએ ઘણાં નક્કર પગલાં લીધાં છે. હવે વસ્તુઓ સામાન્ય થવા લાગી છે. ઋષિના આગમન બાદ ભારત અને બ્રિટનના સંબંધો વધુ મજબૂતી તરફ આગળ વધવા લાગ્યા છે. ઘણા લોકોને આ વાત પસંદ નથી આવી રહી.

સુપ્રીમ કોર્ટે PM મોદીને ક્લીનચીટ આપી દીધી છે
ગુજરાતમાં 2002માં થયેલા દંગાઓને લઈને સુપ્રીમ કોર્ટે દ્વારા SITની રચના કરી હતી. સમિતિને રમખાણોમાં નરેન્દ્ર મોદીનો કોઈ પણ હાથ હોય તેવું જણાવ્યું જ નથી. SITએ કહ્યું હતું કે મોદી વિરુદ્ધ કોઈ પુરાવાઓ અમને મળ્યા નથી. અને આ આધારે જ જૂન 2022માં સુપ્રીમ કોર્ટે SITએ મોદીને આપવામાં આવેલી ક્લીનચીટને સાચી ગણાવી હતી.

Most Popular

To Top