Sports

ભારતની 8 વિકેટે જીત : ODIમાં ન્યૂઝીલેન્ડ સતત 7મી વખત હાર્યું

નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023ની તૈયારી કરી રહેલા ટીમ ઈન્ડિયાના (Team India) ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતે શનિવારે રાયપુર (Raipur) ODIમાં ન્યૂઝીલેન્ડને (New Zealand) 8 વિકેટથી હરાવીને ત્રણ મેચની ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. એટલે કે આ સીરીઝ (Series) પણ ભારતના નામે થઈ ગઈ છે અને હવે સીરીઝની છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ રમાવાની છે.

ભારતને ભારતમાં હરાવવું એ અભેદ્ય કિલ્લાને ભેદવા જેવું
ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે હરાવવું એટલું આસાન તો નથી જ એ વાત આજની જીત સાથે સાબિત થઇ ગઈ છે. જીત ખાસ કરીને દ્વિપક્ષીય શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ મજબૂત જ રહ્યો છે. અત્રે તમને જાણીને નવાઈ લાગશે કે ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત સાતમી વનડે સિરીઝ જીતી છે અને તેમાંથી મોટાભાગની સીરિઝમાં તેણે વિપક્ષી ટીમને હંફાવી છે. એટલે કે ભારતને ભારતમાં હરાવવું એ અભેદ્ય કિલ્લાને ભેદવા જેવું છે.

બીજી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે સંપૂર્ણ રીતે સરી પડી
અત્રે ઉલ્લેકખનીય છે કે ન્યૂઝીલેન્ડ હાલમાં ODI રેન્કિંગમાં નંબર-1 પર છે અને ભારતીય ટીમ નંબર-4 પર છે. પરંતુ આ શ્રેણીમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. પ્રથમ વનડેમાં શુભમન ગિલે બેવડી સદી ફટકારીને અજાયબી કરી નાખી. જ્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે સંપૂર્ણ રીતે સરી પડી હતી. રાયપુરમાં રમાયેલી બીજી વનડેની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અહીં 8 વિકેટે જીત મેળવી હતી. કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડ 108 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3, હાર્દિક પંડ્યાએ 2 અને વોશિંગ્ટન સુંદરે પણ 2 વિકેટ લીધી હતી. રોહિત શર્માએ બેટિંગમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે શુભમન ગિલ 40 રન બનાવીને અણનમ રહ્યો હતો.

જો આપણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ODI રેકોર્ડ પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 115 ODI મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 57 મેચ જીતી છે જ્યારે ન્યુઝીલેન્ડે 50 મેચ જીતી છે. 7 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું અને એક મેચ ટાઈ રહી હતી.

છેલ્લી 10 દ્વિપક્ષીય ODI શ્રેણી ભારતનો રેકોર્ડ

  1. વિ ન્યુઝીલેન્ડ – ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે 3-મેચની શ્રેણી 2023
  2. વિ. શ્રીલંકા – ટીમ ઈન્ડિયા 3-0થી જીતી છે 3-મેચની શ્રેણી 2023
  3. વિ. દક્ષિણ આફ્રિકા – ટીમ ઈન્ડિયા 2-1 3 મેચની શ્રેણી, 2022 જીતી
  4. વિ વેસ્ટ ઈન્ડિઝ – ભારત 3-0થી 3 મેચની શ્રેણી 2022 જીત્યું
  5. વિરુદ્ધ ઈંગ્લેન્ડ – ભારત 2-1 3 મેચની શ્રેણી શ્રેણી 2021
  6. વિ ઓસ્ટ્રેલિયા – ભારત 2-1 3-મેચની શ્રેણી 2020 જીત્યું
  7. વિ વેસ્ટ ઈન્ડિઝ – ભારત 2-1 3-મેચની શ્રેણી 2020 જીત્યું
  8. વિ ઓસ્ટ્રેલિયા – ભારત 2-3 5-મેચની શ્રેણી હારી ગયું 2019
  9. વિ વેસ્ટ ઈન્ડિઝ – ભારત 3-1થી જીત્યું 5-મેચની શ્રેણી 2019
  10. વિ શ્રીલંકા – ભારત 2-1થી જીત્યું 3-મેચની શ્રેણી 2018

Most Popular

To Top