World

ISIS દુલ્હને જણાવ્યું- આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે કેમ લેવો પડ્યો બ્રિટન છોડવાનો નિર્ણય ?

‘આઈએસઆઈએસ દુલ્હન’ (ISIS DULHAN)તરીકે જાણીતી શમિમા બેગમે એક ડોક્યુમેન્ટ્રી (DOCUMENTARY)માં ખુલાસો કર્યો છે કે તેણે કયા સંજોગોમાં ફેબ્રુઆરી 2015 માં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસમાં જોડાવા માટે સીરિયા (SYRIA) જવાનું નક્કી કર્યું હતું. અને તે સમયે શમિમા માત્ર 15 વર્ષની (ONLY 15 YEAR OLD) હતી.  

શમિમાએ ‘ધ રિટર્ન: લાઇફ આફ્ટર ISIS ‘ નામની ડોક્યુમેન્ટરીમાં જણાવ્યું છે કે આ તેના મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને તે એક એવી મિત્ર બનવા માંગતી નહોતી જે પાછળ રહી જાય. શમિમા હાલ 21 વર્ષની છે અને ઉત્તર સીરિયાના અલ રોઝ કેમ્પમાં રહે છે. આ શિબિર સશસ્ત્ર દળોના નિયંત્રણમાં છે. બ્રિટન (BRITAIN) જતા પહેલા શમિમા પૂર્વ લંડનના બેથનાલ ગ્રીન વિસ્તારમાં પરિવારના સભ્યો સાથે રહેતી હતી. શમિમા ISISમાં જોડાવા માટે અન્ય બે સ્કૂલની છોકરીઓ સાથે ફેબ્રુઆરી 2015 માં સીરિયા પહોંચી હતી. ત્રણેય તુર્કી થઈને રક્કા પહોંચી ગયા હતા.

કેમ્પમાં 9 મહિના ગર્ભવતી
ફેબ્રુઆરી 2019 માં શમિમા સીરિયાના એક શરણાર્થી કેમ્પમાં મળી હતી. તે સમયે તે નવ મહિનાની ગર્ભવતી હતી. આ પહેલા તેણીએ આઈએસઆઈએસ સંચાલિત વિસ્તારમાં ત્રણ વર્ષ વિતાવ્યા હતા. ‘ધ મિરર’ના અહેવાલ મુજબ શમિમાએ ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યું હતું કે જ્યારે તે બ્રિટનથી નીકળી ત્યારે તે ખૂબ જ યુવાન અને મુર્ખ હતી. તે દિવસોમાં રજા હતી જ્યારે તેણે તેના મિત્રો સાથે જવાનું નક્કી કર્યું. શમિમાએ કહ્યું, “હું જાણતી હતી કે તે એક મોટો નિર્ણય હતો, પરંતુ પછી મને પોતાને જલ્દી નિર્ણય લેવાની ફરજ પડી. મારે પાછળ રહી જાય એવા દોસ્ત બનવાની ઇચ્છા નહોતી. ”  શમિમા બેગમે કહ્યું કે કેવી રીતે તે તેની માતાને મળ્યા વિના ઘરની બહાર નીકળી ગઈ હતી, જ્યારે જતા પહેલા તે એકવાર તેની માતાને ગળે લગાડવા માંગતી હતી.  ત્યારબાદ શમિમા બે અન્ય સ્કૂલની છોકરીઓ – મીરા આબાસ અને કડીજા સુલ્તાના સાથે સીરિયા જવા રવાના થઈ હતી. શમિમાના દાવા મુજબ બાગુજ શહેરમાં મીરા અને કડીજાની હત્યા કરાઈ હતી.   

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021 માં બ્રિટનની સુપ્રીમ કોર્ટે શમિમા બેગમને પાછા ફરવાની મંજૂરી આપી ન હતી. તેમને ફરીથી બ્રિટિશ નાગરિકત્વ મેળવવા માટે કેસ લડવાની મંજૂરીનો ઇનકાર પણ કરવામાં આવ્યો હતો. શમિમા બેગમે બ્રિટન પાછા ફરવા અને બ્રિટિશ નાગરિકત્વ પાછું મેળવવા માટે અરજી કરી હતી. યુકે સરકારે શમિમાની અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકી હતી અને એમ પણ કહ્યું હતું કે જો તેમને પરત આવવાની મંજૂરી આપવામાં આવે તો તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હશે.

શમિમાના માતાપિતા બાંગ્લાદેશી મૂળના છે. શમિમાનો જન્મ બ્રિટનમાં જ થયો હતો. શમિમાએ રક્કા પહોંચ્યાના થોડા દિવસો પછી, 2015માં ડચમાં જન્મેલા યાગો રીડિક સાથે લગ્ન કર્યા. તે સમયે રીડિક 23 વર્ષનો હતો.

Most Popular

To Top