SURAT

કોરોનાને કારણે પતિ ગુમાવનારી મહિલાઓને અપાશે અનાજ

સુરત: (Surat) કોરોનાને કારણે પતિ ગુમાવનારી મહિલાઓ (Widow) માટે રાજય સરકારે (Gujarat Government) સરાહનીય પહેલ ભરી છે. વિડો મહિલાઓને સરકારે નેશનલ ફૂડ સિકર્યુરિટિ એકટ હેઠળ અનાજ આપવા આયોજન કર્યુ છે. કોરોનાની મહામારીએ સેંકડો લોકોનો ભોગ લીધો છે. કોરોનાની ઝપટે ઘણા સંસાર ઉજડી ગયા છે તો અનેક મહિલાઓના સિંદૂર ભૂંસાઇ ગયા છે. આવા પરિવારની હાલત દયાજનક બની છે. પરિવારનું ગુજરાન ચલાવનાર મોભી મોતને ભેંટતા હાલ સેકડો પરિવારો ઉપર આભ તૂટી પડયું છે. રાજય સરકારે આવા પરિવારની સહાય કરવા પ્રશંસનીય પહેલ ભરી છે. કોરોનામાં પતિ ગુમાવનારી મહિલાઓને સરકારે નેશનલ ફૂડ સિકર્યુરિટી એકટ હેઠળ રાહત દરે અનાજ વિતરણ (Grain distribution) કરવાનું આયોજન કરી દીધુ છે. આ માટે એપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓના પરિવારને પણ નેશનલ ફૂડ સિકર્યુરિટી એકટ હેઠળ સમાવવા આદેશ કરી દીધો છે. કોરોનામાં પતિ ગુમાવનારી મહિલાઓને બે રૂપિયામાં જ અનાજ મળશે.

જોઇન્ટ ફેમિલીમાં રહેતી વિધવાને પણ સહાય મળશે

જિલ્લા પુરવઠા અધિકારી અસ્થા સોલંકીએ કહ્યું હતું કે, સંયુક્ત પરિવારમાં રહેતા હોય અને કોરોનામાં પતિનું અવસાન થયું હોય તેવી વિધવાને પણ આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. એ માયે મહિલાનુંનું સંયુક્ત કુટુંબમાંથી અલાયદુ રેશનકાર્ડ બનાવી આપવામાં આવશે.

પતિના મરણ સર્ટિફિકેટના આધારે પણ લાભ મળશે

સામાન્ય રીતે વિધવાએ સરકારી સહાય માટે નોંધણી કરાવવાની કડાકૂટ હોય છે.સરકારી દફતરે વિધાવા નામ ચઢયા પછી નોંધણી કરવનાર વિધવાને સરકારી લાભ મળે છે. અલબત્ કોરોનાની મહામારી અને આ પ્રોસિજર કરવામાં સમય થતો હોય ત્યારે કોરોનામાં પતિનું મોત થયાનું કોઝ ઓફ ડેથ અને મરણ દાખલાના આધારે પણ વિધવાને આ સહાય મળી શકશે.

કોરોનામાં અનાથ થયેલા બાળકોના પડખે પોલીસનો સુંદર અભિગમ
સીઆઇડી ક્રાઇમ વુમનસેલના ડીજી અનીલ પ્રથમ અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની સુચના અને માર્ગદર્શનથી સુરત મહિલા અને બાળમિત્ર દ્વારા 0 થી 18 વર્ષના બાળકના માતા-પિતા બંને અથવા એક વાલી કોરોનાને કારણે મરણ ગયા હોય તેવા પરિવારની મુલાકાત લઈ તેઓને કોઈ પણ પ્રકારની ગુજરાન ચલાવવા, ભરણપોષણ તથા શિક્ષણ બાબતની સમસ્યા સતાવતી હોય તો પોલીસ વિભાગ તેઓની સમસ્યાઓના નિવારણ માટે તેવા પરિવારની પડખે ઉભા છે.

Most Popular

To Top