Gujarat

ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી: જાણો ક્યા જિલ્લામાં ક્યારે કેટલો વરસાદ થશે..

ગુજરાતના (Gujarat) કેટલાક જિલ્લાઓમાં (District) દક્ષિણ ગુજરાત, ડાંગ અને સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી (Rain) ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે (Forecast Meteorological Department) કરી છે. સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે તેમજ પ્રિમોન્સૂન એક્ટીવીટી શરૂ થઈ હોવાને કારણે ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું તેમજ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થવામાં થોડા દિવસો બાકી છે. પરંતુ આ પહેલા પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળી રહી છે. રવિવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ડાંગ, નવસારી, સુરત જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ગુજરાતમાં રવિવારે અનેક જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ મેઘરાજાનું આગમન થયું હતું. ડાંગ જિલ્લાના સાપુતારામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે. વરસાદના આગમનને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. 

જાણો ક્યાં કયા દિવસે વરસાદ થશે

7 જુનના રોજ સુરત,ભરૂચ,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલી,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,પોરબંદર, રાજકોટ, દિવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 8 જુનના રોજ સુરત,ભરૂચ,વડોદરા, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દિવમાં 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જુનના રોજ ખેડા,પંચમહાલ, દાહોદ,મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ,પોરબંદર, દિવ 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદ તેમજ 10 જુનના રોજ ખેડા,પંચમહાલ, દાહોદ,મહીસાગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દિવ30થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરતમાં વહેલી સવારે વરસાદી ઝાપટા

સુરત: શનિવારે મળસ્કે વરસાદ વરસ્યા બાદ ફરી થી રવિવારે સવારે અનેક સ્થળોએ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ફરી ઉઘાડ નિકળ્યો હતો. રવિવારે સવારે અચાનક પ્રિ-મોનસુન એક્ટિવિટી શરૂ થતા પવન સાથે વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. શહેરમાં સૌથી વધુ 30 મીમી વરસાદ રાંદેર ઝોનમાં નોંધાયો હતો. જ્યારે કતારગામમાં 08 મીમી વરાછા એ માં 01મીમી અને વરાછા-બીમાં 09 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે સેન્ટ્રલ ઝોન, ઉધના, લિંબાયત અને અઠવા ઝોન વિસ્તારમાં વરસાદ નોધાયો ન હતો તેવુ ફલડ કંટ્રોલે જણાવ્યું હતું.

Most Popular

To Top