જંતર-મંતર પર નીટ-યુજી પેપર લીકનો વિરોધ તો માત્ર એક માધ્યમ છે. આની પાછળ દેશવિરોધી માસ્ટરમાઇન્ડ દ્વારા સુનિયોજિત આયોજન ચાલી રહ્યું છે, જેમાં વિરોધ પક્ષોના નેતાઓ અને કેટલાક દેશવિરોધી અભિનેતાઓના પણ જંતર-મંતર પર દર્શન થયા હતા. કોકરોચ જનતા પાર્ટીને વિરોધ પક્ષોનું અદ્ભુત સમર્થન મળી રહ્યું છે. તે તમામનો મુખ્ય હેતુ ભારતમાં પણ નેપાળ અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો છે. આજની યુવા પેઢીએ જાગૃત થઈને આવા રાજકારણીઓની કઠપૂતળી બનવાને બદલે અહિંસક રીતે પોતાની લડત અલગ રીતે લડવી જોઈએ. જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કેટલાક વ્યક્તિઓને મીડિયા પ્રતિનિધિ દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તમે કયા મુદ્દા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો? તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન અમારા નેતાઓને પૂછો. બાકી દેશની જાગૃત જનતા અને યુવા પેઢીએ પોતાની વિવેકબુદ્ધિથી આ બાબતને સમજવાની છે.
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.