SURAT

આજે પ્રકાશપર્વ દિવાળી: અસત્ય પર સત્યના વિજયને વધાવવા શહેરમાં અનેરો થનગનાટ

સુરત : સમસ્ત હિન્દુ ધર્મના લોકો માટે સૌથી મોટુ પર્વ એવી દિવાળી (Diwali) આખરે આવી ચૂકી છે. સોમવારે પ્રકાશપર્વ (Praksah Parv) દિપોત્સવીની ઉજવણી માટે શહેરમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દિવાળી એટલે ઉજાસ, પ્રકાશ અને નવી આશા, અરમાનોનો તહેવાર મનાય છે. વિક્રમ સવંત વર્ષનો અંતિમ દિવસ ઉજવી લોકો વર્ષને વિદાય આપશે જો કે એક દિવસ ખાલી હોવાથી દર વખતની જેમ દિવાળીના બીજા જ દિવસે નવા વર્ષની (New Year) ઉજવણી થઇ શકશે નહી, પરંતુ બુધવારે કારતક સુદ એકમને સંવંત વર્ષનો પ્રથમ દિવસ એટલે કે નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવશે.

અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા પર્વને તહેવારોનો રાજા માનવામાં આવે છે
દીપાવલીનો પર્વ પ્રકાશ અને પ્રગતિની નવી શરૂઆત તરીકે ઉજવાય છે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા પર્વને તહેવારોનો રાજા માનવામાં આવે છે એટલે પાંચ દિવસ સુધી નવા વિચારો, નવા સંબંધો, નવી આશા, નવા ઉત્સાહની ચેતના, અને નવા ઉમંગની અભિલાષાથી સહુના જીવનને મહેકાવતું પર્વ જેની શહેરીજનો શહેરભરમાં રોશનીના ઝગમગાટ વચ્ચે ઉજવણી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકાશના મહાપર્વ દિવાળીમાં સુરત શહેર સ્થાનિક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી છૂટક ખરીદી કરવા આવતા લોકોની આજે કાળી ચૌદસ સુધી મોટાભાગના બજારોમાં મોડી સાંજ સુધી માનવ મહેરામણ ઉમટતો જોવા મળતા ભારે ચહલ પહલ રહી હતી લોકો અનેરા ઉમંગથી નવલા વર્ષને વધાવવાની ખરીદી કરતા આજે પણ કાળી ચૌદસના દિવસે સુરતની બજારોમાં જોવા મળ્યા હતા જેના કારણે વેપારીઓ ખુશ જોવા મળ્યા હતા.

દિવાળીના દિવસ સાથે એકથી વધુ લોકવાયકા જોડાયેલી છે
દિપાવલી સાથે અનેક પ્રસંગો ગુંથાયેલા હોવાનું મનાય છે, જેમકે પરશુ ભગવાને પૃથ્વીનું દોહન કરીને રસ કસ કાઢ્યા હતા અને સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા હતા. પાંડવો વનમાંથી પાછા ફર્યા, ભગવાન કૃષ્ણએ નરકાસુર અને ભૌમા સુરનો નાશ કરી પ્રજાને ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાને રાવણનો નાશ કરી આ દિવાળીના દિવસે અયોધ્યા નગરીમાં આગમન કર્યું હતું અને ભગવાનના આગમનના ઉત્સાહમાં સમગ્ર નગરીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેમ માનવામાં આવે છે જેથી એકાદશીથી અમાવસ્યા સુધીનું ઉત્સવનો પાંચ દિવસનું પંચક માનવામાં આવે છે જેથી માનવને અતિ મહા અમુલ મનુષ્ય જન્મ મળ્યો હોય ત્યારે નુતન વર્ષ પછીથી નવીન રીતે આદર્શ જીવન જીવવા માટે સંકલ્પ કરવો જોઈએ.

Most Popular

To Top