SURAT

દિવાળીના આગલા દિવસે ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનું કિડીયારૂ ઉભરાયું

સુરત : શહેરમાં વસતા અન્ય પ્રાંતના લોકો દિવાળી (Diwali) વેકેશનમાં (Vacation) વતનમાં (Hometown) જતા હોય છે. જેથી લાંબા અંતરની ટ્રેનોમાં (Trains) દર વર્ષે દિવાળી સમયે ધસારો રહેતો હોય છે. દરમિયાન રવિવારે ઉધના રેલવે સ્ટેશન (Udhana Railway Station) ઉપર હજારોની સંખ્યામાં મુસાફરો ભેગા થઇ ગયા હતા. મુસાફરો ટ્રેનની વાટે રેલવે ટ્રેક ઉપર અને ટ્રેક બંને બાજુએ જીવના જોખમે ઉભા રહેલા નજરે પડ્યા હતા. રેલવે પોલીસ અને આરપીએફને ભીડને કંટ્રોલ કરવા પરસેવો પડ્યો હતો.

કિડીયારાની જેમ મુસાફરોથી ઉભરાયા હતા
સુરતમાં રહેતા પરપ્રાંતિયો દર વર્ષે દિવાળી વેકેશનમાં વતન રવાના થતા હોય છે. ઉધના રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ સહિતની રૂટ સહિતની ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જોકે દિવાળીના આગલા દિવસે ઉધના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો ધસારો એટલો વધી ગયો હતો કે બંને બાજુના પ્લેટફોર્મ કિડીયારાની જેમ મુસાફરોથી ઉભરાયા હતા. પ્લેટફોર્મ નં.1ના રેલવે ટ્રેકની બંને બાજુએ લોકો જીવના જોખમે ટ્રેનની રાહ જોતા નજરે પડ્યા હતા. રવિવારે સવારે ઉધના રેલવે સ્ટેશનથી ઉધના-જયનગર (અંત્યોદય એક્સપ્રેસ) ટ્રેનમાં હજારો મુસાફરો મુસાફરી કરવા પહોંચ્યા હતા.

મુસાફરો ટ્રેનના કોચની બારીમાંથી પ્રવેશ કરી રહ્યા હતા
મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલી પડી રહી હતી. મુસાફરો ટ્રેનના દરવાજામાંથી પ્રવેશ કરી શકતા નથી, તો ટ્રેનના કોચની બારીમાંથી પ્રવેશ કરી રહ્યા હતા. માતા-પિતા સાથે માસુમ બાળકોએ ધક્કા મુક્કીમાં ટ્રેનમાં ચઢતી વખતે મુશ્કેલીઓ વેઠવી હતી હતી. કેટલાક મુસાફરો દરવાજા ઉપર લટકીને મુસાફરી કરવા મજબુર બન્યા હતા. દિવાળી પહેલા જ ટ્રેનોનું એડવાન્સ બુકીંગ થઇ જતું હોય કરંટ ટિકીટ લેવા માટે પણ ઉધના રેલવે સ્ટેશને રવિવારે સવારે લાંબી કતારો લાગી હતી.

Most Popular

To Top