Gujarat

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃદ્ધાઆશ્રમના વડીલો સાથે ભોજન લઇ નવા વર્ષની ઉજવણી કરી

રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદના વાડજમાં વૃદ્ધાઆશ્રમમાં (Oldage Home)વડીલોને મળી તેમને સાથે ભોજન લઇ નવા વર્ષની ઉજવણી કરી હતી. વાડજમાં આવેલું વૃદ્ધાશ્રમ વાત્સલ્ય રેડક્રોસ સોસાયટી સંચાલિત છે. 

આ પહેલાં CM ભૂપેન્દ્ર પટેલ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. વહેલી સવારે ગાંધીનગર સ્થિત મંચદેવના મંદિરે દર્શન કર્યા બાદ તેઓએ નવા વર્ષની શરુઆત કરી હતી. નવા વર્ષે CM ભૂપેન્દ્ર પટેલને લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને રાજ્યનાં લોકોને દિવાળી તેમજ નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી.

Most Popular

To Top