Dakshin Gujarat

‘તારા પતિને છૂટાછેડા આપી મારી સાથે ચાલ નહીં તો…’, આહવાની પરિણીતાને ગામના યુવકે ધમકી આપી

સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં જામલાપાડા ગામની પરિણીતાને ફેસબુક પર પોતાના ગામના યુવક સાથે ફ્રેન્ડશીપ કરવાનું મોંઘું પડ્યું છે. યુવકે મહિલા સાથેનાં અંગત પળોનાં ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી પરિણીતાને તેના પતિ સાથે છૂટાછેડા લેવા દબાણ કર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં જામલાપાડા ગામની પરિણીતાનો પતિ રાજકોટનાં જેતપુર ખાતે બેન્ડ પાર્ટીમાં કામ કરવા માટે ગયા હતા.આ પરિણીતાને બે સંતાનો પણ છે. ત્યારે પરિણીતાનાં એકલતાનો લાભ તેમના ગામના જ યુવાને ફોન નંબર મેળવી ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી.

યુવક અવારનવાર પરિણીતાનો સંપર્ક કરી વાતચીત કરતો હતો. યુવક રાત્રે તથા દિવસે તેના ઘરે મળવા આવતો અને પતિની ગેરહાજરીનો લાભ લઇ એકાંતની પળોમાં પરિણીતા સાથે ફોટાઓ પાડી લીધા હતા. જે બાદ યુવકે પરિણીતાને કહ્યું હતું કે, ‘તારા પતિ સાથે છુટાછુડા લઇ લે હું તને રાખવાનો છુ. તું તારા પિયરમાં ચાલી જા નહીં તો આપણા બંનેના ફોટા મોબાઇલમાં પાડેલા છે તે હુ વાઇરલ કરી દઇશ અને તારી જિંદગી બરબાદ કરી નાંખીશ, જો તુ મારી સાથે નહી આવે તો તને જાન થી મારી નાખીશ’, તેવી ધમકી આપી હતી.

પરિણીતાએ યુવકને કહ્યું હતું કે, ‘મારા ઘરમાં ખબર પડી જશે તુx મારી પાછળ આવવાનુx બંધ કર હું પરણિત છુ. મારા બે સંતાનો છે મારા પતિને છુટાછેડા નહી આપું’. તેમ છતાં યુવક માન્યો નહોતો અને પોતાના બદઇરાદાથી પરિણીતાના ઘર સામે આવી હાથથી ઇશારા કરી એકલતાનો લાભ લઇ પાછળ પાછળ આવી ગમે તેમ અપશબ્દો બોલી થપ્પડ મારી, તેણીની છેડતી કરી હતી.

પરિણીતાને બદનામ કરવાના ઇરાદે યુવકે તેણીના ભાઈને ફોટો મોકલી આપ્યા હતા. ત્યારે સમગ્ર મામલો આહવા પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગેની ફરિયાદ આહવા પોલીસે નોંધી આગળની તપાસ ધરી છે.

Most Popular

To Top