National

ઉત્તરપ્રદેશ: પત્નીએ પોતાના પતિને ખાટલા પર દોરડાંથી બાંધી કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશથી (Uttar Pradesh) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પત્નીએ પોતાના પતિને ખાટલા પર દોરડાંથી બાંધી કુહાડીથી કાપી નાખ્યું હોવાની ઘટના સામે આવી છે. એટલુ જ નહિ મહિલાએ મૃતદેહના 5 ટુકડા કરી તેને ગામની નજીકની નહેરમાં ફેંકી દીધુ હતું. ત્યાર બાદ હાલ પોલીસ (Police) મૃતદેહના ટુકડા શોધવા માટે ડાઇવર્સની મદદ લઇ રહી છે. જો કે હજી સુધી મૃતદેહના ટુકડા મળ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાએ ગુનાની કબૂલાત કરી લીધી છે. પરંતુ આ ઘટના બાદ ગામમાં સનસની ફેલાઇ ગઇ છે. આ મામલે પોલીસે વધુ તપસાની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગજરૌલા ક્ષેત્રના શિવનગર ગામનો 55 વર્ષનો નિવાસી રામપાલ મંગળવારથી ગાયબ હતો. રામપાલનો પૂત્ર સોમપાલ તેની પત્ની અને બાળકો સાથે બીજા ઘરમાં રહેતો હતો. રામપાલ અને તેની પત્ની દુલારો દેવી વચ્ચે સતત વિવાદ થતો રહેતો હતો. તેમજ દુલારો દેવીની દોસ્તી તેના પતિ રામપાલના મિત્ર સાથે થઇ ગઇ હતી. જો કે થોડા દિવસ પહેલા દુલારો દેવી પતિને છોડી તેના મિત્ર સાથે જ રહેવા લાગી હતી. એક મહિના પહેલા જ તે ગામમાં પાછી આવી હતી.

બુધવારે દુલારો દેવીએ તેના પુત્રને કહ્યું કે તેના પિતા ઘરે નથી. આ અંગે પુત્રએ બુધવારે જ ગજરૌલા પોલીસ સ્ટેશનમાં પિતાના ગુમ થયાની માહિતી આપી હતી. પુત્રએ પોલીસને એમ પણ જણાવ્યું કે તેની માતા થોડા દિવસ પહેલા આવી હતી. જેના કારણે પોલીસને દુલારો દેવી પર શંકા ગઈ હતી. પોલીસે શંકાના આધારે ગુરુવારે બપોરે દુલારો દેવીને કસ્ટડીમાં લીધા બાદ પૂછપરછ શરૂ કરી હતી. કડક પૂછપરછ કરતાં તેણે પતિની હત્યા કર્યાની હકીકત સ્વીકારી હતી. પાલીસ પૂછપરછમાં દુલારો દેવીએ વધુમાં જણાવ્યુ હતુ કે રવિવારે રાત્રે સૂતી વખતે તેણીએ પોતાના પતિને ખાટલા સાથે બાંધ્યુ અને કુહાડીથી કાપીને મૃતદેહના 5 ટુકડા કર્યા હતા. ત્યાર બાદ ટુકાડઓને ગામની નજીકની નહેરમાં ફેંકી દીધા હતા. દુલારો દેવીના કહેવા પર પોલીસે મોડી સાંજે નહેરમાંથી રામપાલના લોહીથી ખરડાયેલા કપડાં કબજે કર્યા હતા.

આ મુદ્દે સીઓ અંશુ જૈને જણાવ્યું કે હજુ સુધી મૃતદેહના ટુકડા મળ્યા નથી. કેનાલનું પાણી બંધ હતું. ગોતાખોરો શોધમાં લાગેલા છે. આરોપી મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેને મારતો હતો. જમીન ગીરવી હતી અને દીકરીના લગ્ન કરવાના છે. તેણે રવિવારે એકલા હાથે તેના પતિની હત્યા કરી હતી. તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. હત્યામાં અન્ય કોણ સામેલ છે, હત્યાનું સાચું કારણ શું છે, આ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top