Dakshin Gujarat

બીલીમોરામાં રેલવેનો સિગ્નલ પોઇન્ટ ફેઈલ થતાં મુંબઈ તરફ જતી 8થી વધુ ટ્રેન પોણા ત્રણ કલાક લેટ

બીલીમોરા: એક તરફ દક્ષિણ ગુજરાતને (SouthGujarat) મેઘરાજાએ (Rain) ધમરોળતા ચારેતરફ પાણી ભરાઈ ગયા છે. નદીઓ છલકાઈને રસ્તા પર વહેવા લાગી છે. નીચાણવાળા સ્થળો પરથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સ્કૂલ કોલેજો બંધ કરવા તંત્ર તરફથી આદેશ છોડાયા છે ત્યારે બીજી તરફ મુંબઈ (Mumbai) તરફ દોડતી ટ્રેનો (Train) પણ લેટ (Late) થતા લોકો મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ ગયા હોવાનો અનુભવ કર્યો હતો.

બીલીમોરા (Bilimora) દેસરાના રેલવે ક્રોસિંગ નંબર 107 નો સિગ્નલ પોઇન્ટ ફેલ (Signal Point Fail) થઈ જતા અપ મુંબઈ તરફ જતી સાત થી આઠ ટ્રેનો બીલીમોરા સ્ટેશને પ્રભાવિત થઈ હતી. પોણા ત્રણ કલાક ની જહેમત બાદ મુંબઈ તરફનો સળંગ ટ્રેન વ્યવહાર ફરી પાટે ચડ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આજે શુક્રવાર સવારે ૯.૪૫ ની આસપાસ બીલીમોરા ના દેસરા રેલવે ક્રોસિંગ નંબર ૧૦૭ નો સીંગનલ પોઇન્ટ ફેલ થઈ જતા મુંબઈ તરફ જતી સાત થી આઠ ટ્રેન પ્રભાવિત થઈ હતી. રેલ્વે સ્ટેશનના સ્ટાફને જ્યારે આ વાતની જાણકારી મળી કે તરત જ સિગ્નલ ની ક્ષતિને રીપેર કરવા માટે તેઓ કામે લાગી ગયા હતા, અને પોણા ત્રણ કલાકની જેહમત બાદ સિંગનલ ને ફરી કાર્યરત કરી દેવાયો હતો.

આ સમય દરમિયાન મુંબઈ તરફ જતી ભીલાડ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ, મેમુ, પશ્ચિમ એક્સપ્રેસ,ગુજરાત એક્સપ્રેસ, દિલ્હી બરોડા એક્સપ્રેસ, અને ભગત કી કોઠી જેવી ટ્રેનો સવારે ૯.૪૫ થી બપોરે ૧૨.૩૦ સુધી પ્રભાવિત થઈ હતી. સિંગનલ રીપેર થઈ ગયા બાદ મુંબઈ તરફનો સળંગ ટ્રેન વ્યવહાર ફરી રાબેતા મુજબ નો થઈ ગયો હતો.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર બીલીમોરા રેલવે સ્ટેશનની બે દિવસની મુલાકાતે, પ્રશ્નોનો ઢગલો
બીલીમોરા: બીલીમોરાથી હયાત વધઇ સુધીની નેરોગેજ રેલ્વે લાઈનને સાપુતારા મનમાંડ સુધી લંબાવી ગૅજ પરિવર્તન કરવાના સર્વેનું નિરીક્ષણ કરવા માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર બે દિવસની મુલાકાતે બીલીમોરા આવી રહ્યા છે. રેલ્વે મુસાફરોને વર્ષોથી થતાં ટ્રેન સ્ટોપેજ અંગેના અન્યાયની અનેક વારની રજુઆતો છતાં તેનું કોઈ પરિણામ આવી શક્યું નથી. જેથી આવનાર રેલ્વેના જી.એમ. શું બીલીમોરાની જનતાના સ્ટોપેજ અને સુવિધા અંગેનો પ્રશ્ન હલ કરી શકશે?

Most Popular

To Top