Dakshin Gujarat

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી દવાની બનાવટમાં ઉપયોગી કેમીકલ પાઉડર સાથે બે ઈસમોની અટકાયત

અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસે અંકલેશ્વરની (Ankleshwar) વાલિયાચોકડી પાસે આવેલા આશિર્વાદ હોટલ નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં પ્રેગાબાલિન કેમીકલ (Pregabalin Chemical) પાઉડર સાથે બે ઇસમોને 8.70 લાખના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ જિલ્લા પોલીસના વડા ડૉ.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ.એ.એ.ચૌધરી અને સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વરની વાલીયા ચોકડી સ્થિત આશિર્વાદ હોટલ પાસે બોલેરો પીકઅપ ગાડી નં. (GJ-16-AW-0586) ઉપર શંકા જતાં પોલીસે તેને અટકાવી તપાસ શરૂ કરી હતી. ત્યારે ટેમ્પોમાં રહેલા બે ડ્રમ તપાસ કરતાં તેમાંથી પ્રેગાબાલિન કેમીકલ પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કેમિકલ પાઉડર અંગે ગાડીમાં રહેલા બે ઈસમોની પુછપરછ કરતાં તે બંનેએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં રાજસ્થાનના જોઘાવાસમાં રહેતો ડ્રાઈવર કર્મિરામ વિરારામ હોતીજી (ઉ.વ.26) અને ડ્રાઈવર રામમિલન દૂનમૂન ઔરી (ઉ.વ.25) (હાલ રહે. સાયખા, સુરેશની ભંગારની દુકાનમાં, તા.વાગરા, મૂળ રહે-હસવાપાર (યુ.પી))ની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. 50 કિલો કેમિકલ પાઉડર કિંમત રૂ.1.60.000 અને ગાડી કિંમત રૂ.7 લાખ મળી કુલ 8.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ડ્રમમાંથી ઓરિજિનલ માલ કાઢી તેમાં સફેદ મીઠું ભરી મુંબઇ ખાતે ખાલી ર્ક્યુ
અટકાયત કરેલા બંને ઇસમોની પુછપરછ કરતા કેમિકલ પાઉડર પાનોલી જી.આઈ.ડી.સી.ની પ્રકાશ કેમિકલ્સમાથી માલ ભરી મુંબઇ ખાલી કરવા નિકળેલા હતા. તે દરમિયાન માર્ગમાં બે ડ્રમમાંથી ઓરિજિનલ માલ કાઢી તેમાં સફેદ મીઠું ભરી મુંબઇ ખાતે ખાલી ર્ક્યુ હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે બંને ઈસમોને પાનોલી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top