Science & Technology

NASA ના ઈતિહાસમા પ્રથમ વખત બની આવી મોટી ઘટના, ઘરતી સાથે એસ્ટ્રોનોટનો સંપર્ક ખોરવાયો

હ્યુસ્ટન : નાસા (NASA)ના ઈતિહાસમાં પહેલી વખત આવી મોટી ઘટના બની હતી. જે કારણો સર નાસા અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station) વચ્ચેનો સંપર્ક તુટ્યો હતો. હ્યુસ્ટનમાં (Houston) આવેલ નાસાના હેડક્વાર્ટરમાં (headquarters) વિજળી જતી રહેવાના કારણે આ ઘટના બની હતી. હેડક્વોટરમાં વિજળી જવાના કારણે 90 મીનીટ સુધી નાસા અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથેેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની શરુઆતથી લઈ આજ સુધી એટલે કે 2009થી લઈને આજ સુધી આવી સ્થિતી ક્યારે પણ સર્જાય નથી. નાસાના હેડક્વાટરમાં હંમેશા પાવર બેકઅપ હોય છે. જેના કારણે 450 કિલોમીટર ઉપર પૃથ્વીની બહાર ચક્કર લગાવી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરી રહેલા એસ્ટ્રોનોટ સાથે સંપર્ક કરી શકાય છે.

જોકે આ ઘટના 25 જુલાઈની છે. નાસા અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનો સંપર્ક ખોરવાતા નાસાએ રશિયન કોમ્યુનિકેશન સિસ્ટમની મદદ લઈને એસ્ટ્રોનોટ ફ્રેન્ક રુબિયો, વુડી હોબર્ગ અને સ્ટીફન બોવેનનો સંપર્ક કર્યો હતો. પરંતુ અમેરિકાની કોમ્યુનિકેશન સિસ્ટમ પાસે કોઈ બેકઅપ સપોર્ટ પણ ન હતો. તેમજ તે કામ પણ કરી રહી નહતી.

નાસાએ ટેલિમેટ્રી, વૉઇસ કમ્યુનિકેશન અને કમાન્ડ ગુમાવી દીધા હતા
જ્યારે પાવર ગયો ત્યારે નાસાએ સ્પેસ સ્ટેશન સાથેની ટેલિમેટ્રી, વૉઇસ કમ્યુનિકેશન અને કમાન્ડ ગુમાવી દીધા હતા. નાસાના જોન્સન સ્પેસ સેન્ટરમાં ગ્રાઉન્ડ પાવર સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી રહી હતી જે કારણે પાવરનું આઉટેજ થયું હતું. પાવર ગયાના માત્ર 20 મિનિટ પછી નાસાએ રશિયન કોમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા સ્પેસ સ્ટેશન પર હાજર સંપર્ક કર્યો હતો.

રશિયન એસ્ટ્રોનોટ પણ સ્પેસ સ્ટેશન પર હાજર હતા
સ્પેસ સ્ટેશન પર એક્સપિડિશન 69 હાજર છે. તેમાં રશિયન એસ્ટ્રોનોટ દિમિત્રી પેટેલિન, આન્દ્રે ફેદીયેવ અને કમાન્ડર સર્ગેઈ પ્રોકોપેયેવ અને સંયુક્ત આરબ અમીરાતના એસ્ટ્રોનોટ સુલતાન અલનેયાદીનો પણ સામેલ છે. આ ઘટનાની માહિતી મળતા નાસાના હેડક્વોર્ટના સ્પેસ પ્રોગ્રામ મેનેજર જોએલ મોન્ટલબાનોએ જણાવ્યું હતું કે સંપર્ક ખોરવાઓએ સ્પેસમાં રહેલા લોકો માટે કોઈ મોટી સમ્સયા ન હતી. આ ઘટના નીચે રહેલા લોકો માટે મુશ્કેલ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સ્પેસ સ્ટેશન પર કોઈ પણ પ્રકારની પ્રોબલમ થઈ ન હતી કે ન કોઈ એસ્ટ્રોનોટને કોઈ જોખમ હતું.

Most Popular

To Top