World

યુદ્ધવિરામ નિષ્ફળ જતાં અમેરિકા ગુસ્સે ભરાયું, કતરને આપ્યું અલ્ટીમેટમ, કહ્યું- હમાસ નેતાઓને તુરંત કાઢી મુકો

ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બંને વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતા પાટા પરથી ઉતરી ગયા પછી અમેરિકા હવે કતર પર હમાસના નેતાઓને દોહામાંથી હાંકી કાઢવા દબાણ કરી રહ્યું છે. અમેરિકા યુદ્ધવિરામની નિષ્ફળતા માટે હમાસને જવાબદાર ઠેરવી રહ્યું છે.

કતર સતત બિડેન વહીવટીતંત્રના આદેશોનો અનાદર કરી રહ્યું છે. 2011 માં આરબ સ્પ્રિંગે અમેરિકામાં ચિંતાઓ ઉભી કરી હતી જે પછી અમેરિકાએ કતરને હમાસ સાથે વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. આ આતંકવાદી જૂથના ઘણા નેતાઓ સીરિયાના બળવાખોરોને સમર્થન આપવા બદલ સીરિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ 2012માં કતર ગયા હતા. આ કારણે જ કતર હમાસ સહિતના વિવિધ જૂથો સાથેના ગાઢ સંબંધોને કારણે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક મહત્વપૂર્ણ મધ્યસ્થી બની ગયું છે.

બીજી તરફ અમેરિકા કતરમાં રહેતા હમાસના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પર પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. સાથે જ જો હમાસને કતર છોડવા માટે મજબૂર કરવામાં આવે તો તે તુર્કી અને લેબનોન સહિત ઘણા દેશોમાં શરણ લઈ શકે છે. અહીં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા, સૈનિકો પાછા ખેંચવા અને હમાસને ત્યાં સત્તામાં રાખવાની શરતોને સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે ઈઝરાયેલના સુરક્ષિત ભવિષ્ય માટે હમાસની સૈન્ય ક્ષમતાને ખતમ કરવી જરૂરી છે. ઈઝરાયેલ 7 ઓક્ટોબર 2023ના રોજ લેવાયેલા ઠરાવથી પીછેહઠ કરશે નહીં.

Most Popular

To Top