SURAT

બીજા લગ્ન કરવા માંગતી સુરતની ડિવોર્સી મહિલાને શાદી.કોમ પર બાયોડેટા મુકવાનું ભારે પડ્યું

સુરત : ડિવોર્સી મહિલાને શાદી. કોમ પરથી પરિચીત થયેલા યુવાન સાથે સબંધ રાખવાનુ ભારે પડી ગયુ હતું. સુરતમાં બ્યુટી પાર્લર ચલાવતી આ મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

  • મહિલાના છૂટાછેડા થઇ જાય પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો
  • શાદી.કોમ પર સંપર્કમાં આવેલા યુવાને મહિલા સાથેના અંગત પળોના ફોટા શેર કરી દીધા

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતમાં બ્યુટીપાર્લર ચલાવતી અને આઠ વર્ષના બાળકનુ ભરણપોષણ કરતી મહિલાનો તેના પતિ સાથે ડાયવોર્સ કેસ ચાલી રહ્યો છે. દરમિયાન શાદી.કોમમાં મહિલા દ્વારા પુન: વિવાહ માટે પોતાનો બાયોડેટા વર્ષ 2019માં મુકવામાં આવ્યો હતો. તે દરમિયાન તેનો પરિચય જીતેશ સાથે થયો હતો. જીતેશ સાથે છૂટાછેડાના કેસ કોર્ટમાં નિકાલ થઇ જાય ત્યારબાદ મેરેજ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ મામલે ડિવોર્સી મહિલા છેલ્લા ચાર વર્ષથી જીતેશ સાથે પ્રેમ સબંધોથી જોડાઇ હતી. જીતેશે તેને તેના નામના જીયો કંપનીના બે મોબાઇલ સીમકાર્ડ પણ આપ્યા હતા. આ મોબાઇલ સીમાકાર્ડ પરથી ડિવોર્સી મહિલા તેનુ ફેસબુક એકાઉન્ટ તથા ઇન્સટા ઓપરેટ કરતી હતી.

દરમિયાન યુવતી દ્વારા શાદી.કોમમાં અન્ય લોકોનો સંપર્ક થતા તેમની સાથે પણ તેની દોસ્તી થઇ હતી. સીમ જીતેશના નામના હોવાથી તે આ મહિલાના સોશિયલ મીડિયાના તમામ સંપર્કથી વાકેફ હતો અને તેની સોશિયલ મીડિયા પરની તમામ ગતિવિધિની પણ તેને જાણકારી હતી. દરમિયાન જીતેશે આ મહિલા જે લોકોના સંપર્કમાં હતી તે તમામને તેના પ્રેમસંબંધના અંગત ફોટા તથા પ્રેગનન્સી રિપોર્ટ મોકલી આપ્યા હતા.

કેટલાક યુવાનોના બીભત્સ ફોન પણ યુવતી પર આવવાનું શરૂ થતા તેમાં જીતેશે આ લોકોને નંબર આપ્યા હોવાની વિગત પ્રકાશમાં આવી હતી. શાદી. કોમમાં પણ યુવતીની તમામ વિગતો જીતેશ દ્વારા મૂકી દેવામાં આવી હતી. યુવતી ફ્રોડ કરતી હોવાની વિગતો પરિચીતોને જણાવીને મહિલાના ચારિત્ર્યનું હનન કરવા પ્રયાસ કર્યા હતા.

આ ઉપરાંત યુવતીના પરિચીત અને સગા વ્હાલાઓને પણ આ રિપોર્ટ મોકલી આપતા અંતે મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે જીતેશ ભરતભાઇ માતુરકર ( 93 લક્ષમીનગર મરાઠી સ્કૂલની સામે વેડરોડ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top