SURAT

આયા ગરમી કા મોસમ… ઠંડા-ઠંડા મોકટેલને સંગ સુરતી બન્યા કૂલ-કૂલ

કોકટેલ અને મોકટેલ આ બંને શબ્દો લોક જીભે ચઢેલા છે. સાંજ ઢળેને એની સાથે સુરતના યંગ સ્ટર્સની મસ્તી સિટીના કાફે-રેસ્ટોરન્ટમાં મોકટેલને ધીરે-ધીરે ગળાની નીચે ઉતારતા ઉતારતા ખીલતી જોવા મળે છે. સુંદર મજાના આકર્ષક ગ્લાસમાં ફ્રૂટનો રસ, સોડા, આઇસ,લેમન સાથેનું એકદમ ચિલ્ડ અને ફ્રૂટ્સના ડિઝાઈનર પીસથી સજાવેલું પીણું એ મોકટેલનું છે. મોકટેલ કેવળ ફળોના રસ, સોડા, આઇસ, લેમન, મિન્ટ આદીનું મિશ્રણ હોય છે. આમ જોવા જઇએ તો કોકટેલએ આલ્કોહોલ છે જ્યારે મોકટેલ કોકટેલનું નોન આલ્કોહોલિક સ્વરૂપ છે. આપણું ગુજરાત રાજ્ય ડ્રાઇ સ્ટેટ છે એટલે અહીં તો કોકટેલની ચર્ચા પણ વર્જિત છે. પણ હા, છેલ્લા કેટલાય વખતથી ફુડી સુરતીઓ તન અને મનને તાજગીનો અહેસાસ કરાવી દે તેવા મોકટેલ તરફ વળ્યા છે. મોકટેલનો ટ્રેન્ડ સુરતમાં કેટલા સમયથી જોવા મળી રહ્યાો છે? ક્યા-ક્યા ફ્લેવરમાં મોકટેલ મળે છે? મોકટેલ પીતા કેવી ફિલ આવે છે. બાર ટેન્ડર ક્યા પ્રકારના કરતબથી મોકટેલ બનાવે છે ? તે આપણે અહીં જાણીએ…..

મોકટેલનું ચિલ્ડ હોવું જરૂરી છે એટલે જ તેની સમરમાં ડીમાંડ વધે છે: અંકિતા વાળંદ
શહેરના એક કાફે/ રેસ્ટોરન્ટના સંચાલક અંકિતા વાળંદે જણાવ્યું કે મોકટેલનું ચિલ્ડ હોવું જરૂરી છે એટલે જ તેનો સમરમાં ક્રેઝ વધી જાય છે. મોકટેલ તરત જ તામારા તન-મનમાં તાજગી ભરી દે છે. લોકો હવે લંચ, ડિનર લેવા ઉપરાંત રેસ્ટોરન્ટ કાફેમાં પણ જતા થયા છે. મિટિંગનું આયોજન કરે કે અન્ય કોઈ પ્રોગ્રામ કરે ત્યારે આવા પીણાની ડીમાંડ કરતા હોય છે. મોકટેલનો ટેંગી સ્વાદ યુવાઓને પસંદ આવે છે. ફ્રેન્ડસની સાથે મોકટેલની સીપ લેતા-લેતાં વિચાર-ગોષ્ઠી કરતા હોય છે. મોકટેલ તીખા સ્વાદ વાળા પણ મગજ એકદમ સ્ફૂર્તિ ભરી દેતા હોય છે.

શો માટે નાખવામાં આવતા હાઇડ્રોજન બરફમાંથી નીકળે છે ધુમાડા
મોકટેલમાં શો માટે હાઇડ્રોઝન બરફ નાખવામાં આવે છે. જે ખાવા માટે નથી હોતો પણ તેને નાખવાથી ધુમાડો નીકળે છે. જેને જોવાની મજા આવે છે. યંગ સ્ટર્સને આવા મોકટેલનો સ્વાદ લેવાની ખૂબ મજા આવે છે. કાફેમાં આવેલા લોકોનું આવા ધુમાડા નીકળતા કોકટેલ તરફ પણ ધ્યાન જતું હોય છે.

ફૂડ સાથે મોકટેલ પ્રીફર કરાય છે: આકાશ ચૌહાણ
સિટીના એક કોફી હાઉસના સંચાલક આકાશ ચૌહાણે જણાવ્યું કે, સુરતમાં મોકટેલ કલ્ચર મેટ્રો સિટીઝ જેમકે, મુંબઈ, બેંગ્લોર, કોલકત્તા, ચેન્નઈથી આવ્યું છે. મોકટેલ મોટાભાગે જયાં ફૂડ પીરસાતું હોય છે તેવા કાફે, રેસ્ટોરન્ટમાં મળે છે. લોકો ફૂડની સાથે મોકટેલની મજા માણવાનું પસંદ કરે છે. તે મેંગો, વોટર મેલન, પિચ, ઓરેન્જ, ગ્રીન એપલ, સ્ટ્રોબેરી, બ્લુબેરી, બ્લેકબેરી, કેનબેરીના ફ્લેવરમાં મળે છે. અસ્સલ લોકો ફૂડ સાથે સોફ્ટી ડ્રીંકની મજા માણતા જોવા મળતા પરંતુ હવે તો મોકટેલ આજે દરેક ઉમરના લોકોમાં ફેવરિટ બન્યું છે.

બાર ટેન્ડરને મોકટેલ બનાવતી વેળા જગલિંગ અને ફાયર શોટ કરતા જોવું અમેઝિંગ
હવે તો મોકટેલ બનાવતા અને સર્વ કરતા બાર ટેન્ડર મોકટેલ બનાવતી વેળા ગ્લાસ અને બોટલ સાથે જગલિંગ કરતા-કરતા મોકટેલ બનાવે છે અને સર્વ કરે છે. બાર ટેન્ડર હાથોથી જે જગલિંગ કરે છે તેને જોવાનું પણ સુરતીઓને આપે છે. જોકે, સુરતમાં બધે જ કાફે, રેસ્ટોરન્ટમાં આવા બાર ટેન્ડર જોવા મળતા નથી. વળી, તેમની સેલેરી પણ હાઇ હોય છે. તેઓ માત્ર મોકટેલ બનાવતા કે સર્વ જ કરતા નથી પણ તેઓ ગ્લાસ અને બોટલ સાથે જગલિંગ કરતા-કરતા ફાયર શોટ કરતા કરતા મોકટેલ બનાવે છે. બાર ટેન્ડર્સ આવા આર્ટિસ્ટીક પ્રેઝન્ટેશનથી લોકોને મોકટેલ પીવાની અલગ જ ફીલ આવે છે.

લોકડાઉન પછીથી ક્રેઝ વધ્યો
મોકટેલ ફ્રૂટ બેઝડ, સોડા બેઝડ અને ફ્લેવર બેઝડ હોય છે. તે હેલ્થી ડિટોક્સ વોટર છે. ફુદીનો, આઇસ, લેમન, સોલ્ટ મિશ્રિત મોકટેલ બેઝીક મોકટેલ છે. તે લેમનેડ વોટર પણ કહેવાય છે અને તેને વધુ પીવાનું પસંદ કરાય છે. મોકટેલ સુરતમાં ટ્રેન્ડમાં હતું જ પણ કોરોનાના લોકડાઉન બાદ તેનો ટ્રેન્ડ વધ્યો છે. સુરતના રેસ્ટોરન્ટ અને કાફે બંનેમાં અને જ્યાં ફૂડ પીરસાતું હોય છે ત્યાં મોકટેલ બાર જોવા મળે છે. જોકે, રેસ્ટોરન્ટમાં મોકટેલ બાર નાના સ્વારૂપમાં જોવા મળે છે. જ્યારે કાફેમાં મોકટેલ બારનું સ્વરૂપ મોટું હોય છે. ફૂડ એન્જોય કરતા કરતા મોકટેલની સિપ લેવાનું વલણ વધી રહ્યું છે.

Most Popular

To Top