ઉત્તર પ્રદેશના ભાગલા પાડો પણ…

રાજ્યોનાં પુનર્ગઠન પંચે ભારત સરકારને 1955ના સપ્ટેમ્બરમાં આપેલો હેવાલ સૌથી વધુ એ કારણસર યાદ રાખવો પડશે કે તેણે ભલામણ કરી હતી કે રાજ્યોનીસ રહદ ભાષાકીય ધોરણે ફરીથી આંકવી જોઇએ. હું રહું છું તે કર્ણાટક જેવા રાજયો આ પંચની ભલામણને કારણે અસ્તિત્વમાં આવ્યા, જેના દ્વારા ચાર અલગ અલગ વહીવટી પ્રદેશમાં પથરાયેલા કન્નડ ભાષી લોકો એક એકત્રિત પ્રાંતમાં એક થયા. આ પંચમાં ત્રણ સભ્યો હતા. અધ્યક્ષપદે તેમજ સભ્યપદે ન્યાયવિદ્‌ ફાજલ અલી, સામાજિક કાર્યકર એચ.એન. કુન્ઝરુ અને ઇતિહાસકાર કે.એમ. માનીકર આપંચના હેવાલના પરિશિષ્ય પાનીકરે સૂચવ્યું હતું કે કન્નડ ભાષીઓ, તામિલ ભાષીઓ, તામિલ ભાષીઓ અને ઉડિયા ભાષીઓ વગેરેના અલગ રાજ્યો બનાવવા ઉપરાંત પંચે ભારતના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશના વિભાજનની પણ ભલામણ કરવી જોઇએ. વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ અન્ય ઘણા રાજ્યોના સરવાળા જેટલું મોટું હતું અને તેથી રાષ્ટ્રીય રાજકારણમાં તેનું અપ્રમાણસરનું વર્ચસ્વ સ્થપાયું અને તેને ઇતિહાસકારો ભારતનું ભાવિ અંધકારમય કરી શકે તેવું ગણાવ્યું હતું.

પાનીકરે લખ્યું હતું કે કોઇ પણ સમવાય તંત્રની સફળ કામગીરી માટે એકમો વાજબી અને સરખી રીતે સમતોલ હોય તે જરૂરી છે. અસમાનતાથી શંકા અને વિરોધ પણ જાગે અને સમવાય તંત્રનું ય અવમૂલ્યન પણ થાય અને તેથી દેશની એકતા માટે ભય પેદા થાય. પાનીકરે વધુમાં લખ્યું હતું કે વાસ્તવિક બનીને દુનિયામાં સરકારો કઇ રીતે કામ કરે છે તે જૂઓ તો ખબર પડશે કે મોટા એકમનો પ્રભાવનો દુરુપયોગ થશે અને અન્ય ઘટકો તેનો વિરોધ કરશે જ.આધુનિક સરકારો પક્ષના તંત્રથી ઓછા વધતા અંશે નિયંત્રિત છે જેમાં બહુમતી મતદારોનું વર્ચસ્વ હોય છે. આથી સમવાયતંત્ર સમક્ષ પ્રશ્ન એ છે કે કોઇ પણ એકમને ગેરવાજબી મોટા પ્રમાણમાં રાજકીય સ્થાને મુકવાનુન ઇચ્છનીય છે કે નહીં!

પાનીકરની નોંધ આજે પણ એટલી જ વ્યવહારુ છે. છેક 1955માં કેરળના આ ઇતિહાસકારે દલીલ કરી હતી કે રાજયોને સમાનતાનો સમવાય હક આપવાનો ઇન્કાર કરી જે અસમતુલા સર્જવામાં આવી છે તેનાથી ઉત્તર પ્રદેશની બહાર તમામ રાજયોમાં અવિશ્વાસ અને વિરોધની લાગણી જન્મી છે. આખા ભારતની બાબતમાં ઉત્તર પ્રદેશની દાદાગીરી તરફ સરકારનું વર્તમાન માળખું દોરી જતું હોવાની લાગણી અને વિરોધ માત્ર દક્ષિણનાં રાજયો જ નહીં પણ પંજાબ, બંગાળ અને અન્યત્ર પણ વ્યકત થયા હતા તો આ અસમતુલા કેવી રીતે દૂર થાય? પાનીકરે બિસ્માર્કના સમયના જર્મનીનો દાખલો આપ્યો હતો.

જેમાં વસ્તી અને આર્થિક તાકાતની દ્રષ્ટિએ પ્રશિયા રાજયો વર્ચસ્વધારી હોવા છતાં એકત્રિત જર્મનીનું પ્રશિયાકરણ નહીં થાય તેવી નાના અને ઓછી વસ્તીવાળા રાજયોને ખાતરી કરાવવા રાષ્ટ્રીય સંસદમાં પ્રશિયાને ઓછું પ્રમાણસરનું પ્રતિનિધિત્વ અપાયું હતું. અમેરિકામાં પણ દરેક રાજયોને તેઓ નાના હોય કે મોટા હોય સેનેટમાં બે બે બેઠકો અનામત આપી હતી અને તેજ પ્રમાણે કેલિફોર્નિયા જેવા વધુ વસ્તીવાળા રાજયોને વધુ પડતું વર્ચસ્વ જમાવવાથી દૂર રખાયા હતા. આમ છતાં આ રસમો ભારતીય બંધારણે અભેરાઇએ ચડાવી દીધી છે અને વસ્તીના પ્રમાણમાં લોકસામાં પ્રતિનિધિત્વ આપ્યું છે. આ સિધ્ધાંતને કારણે 1955માં 499 સંસદ સભ્યોમાંથી 86 બેઠકો માત્ર ઉત્તર પ્રદેશની હતી. 2000માં ઉત્તરાખંડની રચના થયા પછી 543 બેઠકની સંસદમાં ઉત્તરપ્રદેશની સભ્ય સંખ્યા 80ની છે.

પાનીકરે રાજયોનાં વિભાજનની ભલામણ કરી ઉત્તર પ્રદેશનને મેરઠ, આગ્રા, રોહિલ ખંડ અને ઝાંસી ડિવિઝન સાથે નવું ‘આગ્રા રાજય’ બનાવવાની ભલામણ કરી હતી. પાનીકરે જે દેખાયું હતું તે વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કોંગ્રેસ પક્ષને ઝાઝું દેખાતું નહતું. તેઓ પોતે ઉત્તર પ્રદેશના હતા અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળની આઝાદીની લડતનું કેન્દ્ર હતું અને 1955માં પણ કોંગ્રેસનું રાજયના રાજકારણમાં ખાસ્સું વર્ચસ્વ હતું. ડો. આંબેડકર પણ પાનીકરની વાત સાથે સંમત હતા અને અસમાનતા દૂર કરવાનું જરૂરી માનતા હતા. તેમણે ઉત્તર પ્રદેશનું ત્રણ રાજયોમાં વિભાજન કરવાનું સૂચવ્યું હતું અને આ ત્રણે રાજયોનાં પાટનગર મેરઠ, કાનપુર અને અલાહાબાદ હોય કોંગ્રેસની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે આંબેડકરની વાત સામે પણ આંખ આડા કાન કર્યા હતા.

છેક પંચાવન વર્ષ પછી 2011માં એટલે કે 2011માં ઉત્તરપ્રદેશના તે સમયના મુખ્યપ્રધાન માયાવતીએ વિધાનસભામાં ઠરાવ કરી ઉત્તર પ્રદેશના ચાર ભાગ કરી પૂર્વાંચલ, બુંદેલખંડ, અવધ પ્રદેશ અને પશ્ચિમ પ્રદેશ તરીકે ઓળખવાની વિનંતી કરી હતી પણ આ દરખાસ્તનાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો અને તે સમયે કેન્દ્રમાં સત્તા પર બિરાજનાર કોંગ્રેસને આ દરખાસ્તમાન કંઇ દમ લાગ્યો ન હતો. વધુ પડતાં મોટુ રાજય હોવાને કારણે ઉત્તર પ્રદેશ ભારતીય સમવાય તંત્રને બાધક નીવડશે એવી રાજકીય સિધ્ધાંતોસર દલીલ થતી હતી પણ હવે ઉત્તર પ્રદેશના વિભાજનની વાત સાથે સુશાસનની વાત જોડવામાં આવે છે કે એક જ મુખ્ય પ્રધાન માટે આટલા વ્યાપક અને વસ્તીથી ખદબદતા રાજયનો વહીવટ કરવાનું મુશ્કેલ છે. આર્થિક સામાજિક રીતે ઉત્તર પ્રદેશ એક અત્યંત પછાત રાજયો ગણાય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં બહુમતીવાદને ગૌરવવંતુ ગણવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ અતિશય પિતૃ સત્તાક છે અને ઘણીબધી રીતે પછાત છે. દુનિયાના પાંચ સિવાય લગભગ તમામ દેશોની વસ્તી કરતાં વધુ એટલે કે 20 કરોડની વસ્તી 2017ના ફેબ્રુઆરીમાં નોંધાઇ હતી. યુ.પી.માં યુ છે તે ઉત્તર માટે છે એ વાત ખોટી છે. કારણ કે તેનાથી ઉત્તરમાં પણ ભારતનાન ઘણા રાજયો છે. યુ.પી.માં યુ. ખરેખર ‘અન ગવર્નેબલ’ એટલેક ે શાસન નહીં કરી શકાય તેવો પ્રદેશ ગણાવો જોઇએ. વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોઇપણ પક્ષ જીતે, પરિસ્થિતિ એવી જ રહેવાની છે. ઉત્તરપ્રદેશને તંદુરસ્ત રાજય બનાવવું હોય તો તેને ત્રણ ચાર શાસન એકમોમાં વહેંચી દો. તેનાથી ભારતનું અને તેના રહેવાસીઓનું ભલુ થશે.

ઉત્તરપ્રદેશના દરેક વિભાજિત રાજયને પોતાની સરકાર, પોતાનું પ્રધાન મંડળ, પોતાની વિધાનસભા મળશે પણ આવું બને એમ લાગતું નથી. નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ માટે સુશાસનને બદલે સત્તા કબજે કરી જાળવી રાખવી તે વધુ મહત્વનું છે. મોદી સરકારને લાગે છે કે હિંદુત્વના પત્તા પર રમવાથી લોકો તેની નિષ્ફળતા ભૂલી જશે અને ઉત્તર પ્રદેશ રાજયમાંથી લોકસભાની વધુ બેઠકો મળશે એમ તે માને છે. તેથી અવિભાજિત ઉત્તર પ્રદેશને સહેવું પડશે અને અંધિયાર રહેવું પડશે અને દેશના બાકીના ભાગ પર નકારાત્મક ઓછાયો પાથરતું રહેશે. રાજય અને ભારતનું ભાવિ એક માણસ અને તેના પક્ષની રાજકિય મહત્વાકાંક્ષાના હાથમાં બાન પકડાયું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts