Entertainment

88 વર્ષના ધર્મેન્દ્રએ શા માટે અડધી રાત્રે વાસી રોટલી ખાધી?- પુત્ર બોબી દેઓલે કર્યો ખુલાસો

મુંબઇ: બોલિવૂડના (Bollywood) હીરો ધર્મેન્દ્ર (Dharmendra Deol) ચાહકોના દિલો પર આજે પણ રાજ કરે છે. તેથી જો તેમને સહેજ પણ ઈજા (Injured) થાય તો તેમના પ્રિયજનો ચિંતિત થઈ જાય છે. થોડા દિવસો પહેલા જ તેમણે X પર પોતાની એક તસવીર (Picture) શેર કરી હતી. ફોટોમાં તેઓ અડધી રાત્રે જાગીને વાસી રોટલી (Stale Roti) ખાતા જોવા મળી રહ્યા હતા. તેમજ તેના ચહેરા પર વિખરાયેલા વાળ અને ચિંતા જોઈને તેના ચાહકો પણ તંગ બની ગયા હતા.

પોસ્ટ કરતાની સાથે જ આ ફોટો વાઇરલ થઇ ગયો હતો. તેમજ થોડા સમય પછી ધર્મેન્દ્ર એ તે ફોટો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધો હતો. હવે અભિનેતાના સ્વાસ્થ્યને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે થોડા દિવસ પહેલા તેની પૌત્રીના લગ્નમાં તેમને પગમાં ઈજા થઈ હતી. જોકે હવે તેમની તબિયત સારી થઈ રહી છે.

ધર્મેન્દ્રને પગમાં ઈજા થઈ હતી
ધર્મેન્દ્રની તબિયતને લઈને ચાહકો સતત ચિંતિત હતા. કે તેમની સાથે શું થયું? શા માટે તેઓને નિદ્રા નથી આવતી? તેમજ શા માટે તેઓ વાસી રોટલી ઉપર ઘી લગાવીને ખાઇ રહ્યા છે? આ વિશે તેમના બધા ફેન્સ જાણવા માંગતા હતા.

હાલમાં જ બોબી દેઓલે એક ઇન્ટર વ્યુમાં પોતાના પિતાની હેલ્થની અપડેટ શેર કરી છે. અભિનેતાના જણાવ્યા પ્રમાણે તેમના પિતા એટલે કે ધર્મેન્દ્ર એકદમ ઠીક છે. તેમજ થોડા સમય પહેલા પિતા ધર્મેન્દ્ર એક ફેમિલી ફંક્શન માટે ઉદયપુર પહોંચ્યા હતા. જ્યાં તેમને પગમાં ઈજા થઈ હતી.

ઇજા બાદ થાક અને ઉંમરના કારણે તેમની તબિયત બગડી ગઈ હતી. પરંતુ આ સમયે તેમનું સંપૂર્ણ ધ્યાન તેમના સ્વાસ્થ્ય પર છે અને તેઓ સારી રીતે આરામ કરી રહ્યા છે. આ સાથે જ બોબી એ જણાવ્યું કે ધર્મેન્દ્ર ટૂંક સમયમાં ચાહકોની સામે પુનરાગમન કરશે. પરંતુ ત્યાં સુધી તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા રહો.

આ આગામી ફિલ્મમાં જોવા મળશે
88 વર્ષની ઉંમરમાં પણ ધર્મેન્દ્ર દેઓલ એકદમ એક્ટિવ દેખાય છે. ફિલ્મો હોય કે સોશિયલ મીડિયા તેઓ પોતાના ચાહકોને મનોરંજન કરવાની કોઈ તક છોડતા નથી. તેણેમ જુલાઈ 2023માં રિલીઝ થયેલી કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં તેના જોરદાર અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. ત્યાર બાદ હાલમાં જ તેઓ શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળ્યા હતા. હવે તેઓ ટૂંક સમયમાં શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત ‘ઇક્કીસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Most Popular

To Top