Dakshin Gujarat

સેલવાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં 16 વર્ષીય કિશોર સાથે એવું તો શું થયું કે ડુબી જતા મોતને ભેટ્યો

સેલવાસ/દમણ: (Daman) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં (Swimming Pool) વાપીના કિશોરનું ડુબી જતા મોત થયું હતું. સ્વિમિંગ પુલમાં અધવચ્ચે પહોંચ્યા બાદ ગભરાઈ જતાં ડૂબી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

  • સેલવાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 16 વર્ષીય કિશોરનું મોત
  • મિત્રો સાથે તરવા માટે ગયો હતો, અધવચ્ચે પહોંચતાં ગભરાયો ને પાણીમાં ડૂબી ગયો
  • પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

પ્રાપ્ત વિગત અનુસાર સંદીપ ગોંડ (ઉવ.16 રહે. ડુંગરી ફળીયા, જીઆઇડીસી વિસ્તાર, વાપી), તેના મિત્રો સાથે સેલવાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં તરવા માટે ગયો હતો. સંદીપ વચ્ચે પહોંચ્યા બાદ અચાનક ગભરાઈ થઈ જતા પાણીમાં ડૂબી ગયો હતો. સંદીપ સાથે આવેલા મિત્રોને સંદીપ પૂલમાં જોવા નહીં મળતાં તુરંત સ્વિમિંગ પુલમાં શોધખોળ કરી હતી. જ્યાં પૂલમાંથી તે ડૂબેલી અવસ્થામાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસની એક ટીમ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સ્વિમિંગ પૂલ સાઈટ પર પહોંચી ત્યાંના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top