Dakshin Gujarat

ગેસનાં બાટલા ભરેલી વાન ખીણમાં ખાબકી

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સુબિરથી (Suber) ગેસનાં બાટલા (Gas Cylinders) ભરી ગામડે વિતરણ કરવા જઈ રહેલી પીકઅપ વાન (pickup Van) સુબિરથી કરંજડાને જોડતા આંતરીક ધોરીમાર્ગમાં ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં પીકઅપ વાનને જંગી નુકસાન થયુ હતુ. જોકે પીકઅપ વાનમાં ભરેલા ગેસનાં બાટલા લીકેજ નહીં થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં પીકઅપ વાનનાં ચાલક સહિત સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો.
ડાંગમાં અનાજનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ગયો
સાપુતારા : આહવાના સરકારી અનાજનાં ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ભરી પીપલદહાડ તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો જે પીપલદહાડથી ઝાડદર થઈ કરંજપાડાને જોડતા આંતરીક માર્ગમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટેમ્પો સહિત અનાજનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક સહિત તેમાં સવાર ઈસમોનો ચમત્કારિક બચાવ થયો હતો.
દારૂ ભરેલી કારના ચાલકે મોપેડને ટક્કર મારી, યુવતી ઘાયલ
નવસારી : નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ગણદેવી-નવસારી રોડ પર કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ભગાવી દેતા કાર ચાલકે આગળ ચાલતી મોપેડને ટક્કર મારતા યુવતી ઘાયલ થઇ હતી. જેથી પોલીસે કારમાં તપાસ કરતા 14 હજારના વિદેશી દારૂ મળી આવતા એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ગણદેવી-નવસારી રોડ પર ડાભર પાટિયા અને નવાગામ વચ્ચે કન્યા છાત્રાલય સામેથી એક આઈ ટેન કંપની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ભગાવી દેતા કાર ચાલકે આગળ ચાલતી મોપેડને ટક્કર મારી હતી.

અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં વેઠ, વાહનો કાદવમાં ફસાયા
વલસાડ : કપરાડા તાલુકાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજના પ્રોજેક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલી પાઇપલાઇન કામગીરીમાં રોડને અડીને ખોદકામ કરવામાં આવ્યું હતું. જેને લઇ ભીની માટીમાં વાહનો ખુંપી જવાના કે સ્લીપ થવાના અનેક બનાવો બની રહ્યા છે. હાલે ચોમાસુ પૂર્ણ થવાના આરે હોવા છતાં હજુ સુધી રોડ પર પડેલા ખાડા અને સાઈડ પુરવા આવી નથી. જેના પગલે કપરાડા તાલુકાના બાલચોંડીથી વાપી જવાના માર્ગ પર વાજવડ ધોધડકુવા સુખાલા માર્ગ પર અનેક વાહનો ખૂંપી જવાના બનાવ બની રહ્યા છે. સુખાલાની ગ્રામસભામાં પણ આ બાબતે લોકો દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી.

Most Popular

To Top