Business

OPECનો ક્રૂડ ઓઈલના સપ્લાયમાં ઘટાડો કરવાનો નિર્ણય, દેશમાં મોંઘા થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ LPG

ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) અને રશિયા સહિતના સહયોગીઓએ સોમવારે વૈશ્વિક સ્તરે તેલનો પુરવઠો (Oil Supply) ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં મંદીની આશંકા વચ્ચે તેલની કિંમતોમાં નરમાઈને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ ઓઇલ ઉત્પાદક દેશો ઓક્ટોબર મહિના માટે દરરોજ 1,00,000 બેરલનો ઘટાડો કરશે. ઓપેકના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ઉર્જા નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં તેની અસર વિશ્વભરના બજારોમાં જોવા મળશે. ઉત્પાદન ઘટવાથી ક્રૂડ ઓઈલના ભાવ વધશે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી શકે છે. જો ક્રૂડ ઓઈલની (Crude-Oil) કિંમતમાં વધુ વધારો થશે તો સ્થાનિક બજારમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતો પણ વધી શકે છે.

  • ઓપેકના સહયોગી દેશોએ વૈશ્વિક સ્તરે તેલના પુરવઠામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો
  • વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં મંદીની આશંકા વચ્ચે તેલની કિંમતોમાં નરમાઈને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો
  • તેની અસર વિશ્વભરના બજારોમાં જોવા મળશે
  • ઉત્પાદન ઘટવાથી કાચા તેલના ભાવ વધશે
  • ક્રૂડ ઓઈલના ભાવ વધશે તો તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી શકે છે

ગયા મહિનાની શરૂઆતમાં સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાને કહ્યું હતું કે ઓપેક અને સહયોગી દેશો કોઈપણ સમયે તેલ ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે. ઑક્ટોબર મહિના માટેનો કાપ OPEC અને સહયોગી દેશોના 43.8 મિલિયન બેરલ પ્રતિ દિવસનો એક નાનો હિસ્સો છે. આ જાહેરાત બાદ તેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. યુએસ ક્રૂડ 3.3 ટકા વધીને $89.79 પ્રતિ બેરલ જ્યારે આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 3.7 ટકા વધીને $96.50 પ્રતિ બેરલ થયું છે.

ભાવમાં ઘટાડો અટકાવવાનો પ્રયાસ
કોલંબિયા યુનિવર્સિટીના ઉર્જા નીતિ નિષ્ણાત જેસન બોર્ડોફે ટ્વિટર પર લખ્યું કે દિવસ દીઠ તેલની માત્રામાં ઘટાડો ખૂબ ઓછો હોઈ શકે છે પરંતુ આજના કાપમાંથી સંદેશ સ્પષ્ટ છે. ઓપેક અને તેના સહયોગી દેશોને લાગે છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે કેટલાક નિષ્ણાતો કહે છે કે વધુ કાપ આવી શકે છે. OPEC ક્રૂડ ઓઈલના ભાવને બેરલ દીઠ $100થી ઉપર રાખવાની યોજના ધરાવે છે. આ યોજના હેઠળ ઉત્પાદનમાં વધુ કાપ મુકવામાં આવી શકે છે.

Most Popular

To Top