Top News

કોરોના વાયરસ કઇ વ્યક્તિને કેટલી હદે અસર કરશે તે આ રીતે જાણી શકાશે..

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા બાદ કઇ વ્યક્તિને તે કેટલી હદે અસર કરી શકે તેમ છે તે જણાવી શકશે.

આ ટેસ્ટ એ જોશે કે કોની રોગપ્રતિકારક શક્તિ કેટલી છે, કોને ચેપ ચાલુ જ રહ્યો છે અને કોને આનાથી રોગ થવાનું જોખમ કેટલું છે? આ માટે ઓસ્ટ્રેલિયા, ઇટાલી, ચીન અને ન્યૂયોર્કથી સેમ્પલ કેસો મેલબોર્ન મંગાવાઇ રહ્યા છે. આ ટીમ એની ચકાસણી કરશે કે આ વાયરસથી ચેપગ્રસ્ત બન્યા પછી દર્દીમાં કેટલી હદે પ્રતિકારશક્તિ વિકસે છે. મોનાશ યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર મેન્નો વાન ઝેલ્મ અને તેમની ટીમ તેમણે અગાઉ ઇન્ફલુએન્ઝા અને એલર્જીઓના દર્દીઓનાટેસ્ટ માટે ઉપયોગમાં લીધેલી ટેકનોલોજી ફરીથી આમાં ઉપયોગમાં લઇ રહ્યા છે. આ ટેકનીક એ જાણવામાં મદદરૂપ થશે કે કયા દર્દીમાં પ્રતિકારશક્તિ કેટલી છે અને કયા દર્દીમાં આ રોગ કેટલી હદે વધી શકે છે. આ ટેસ્ટ મામૂલી બિમાર દર્દીઓથી માંડીને ગંભીર હદે ચેપ ધરાવતા દર્દીઓના લોહીના નમૂનાઓમાં તફાવતની તપાસ કરશે. આ ટેસ્ટને કારણે કયા દર્દીની બાબતમાં શરૂઆતમાં જ કયા પ્રકારના પગલા લેવા તેની આગાહી કરી શકાવાની આશા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top