SURAT

સુરતમાં કોરોના ગાઈડલાઈનનું જાહેરનામું બહાર પડાયું બુધવારથી મોલ, હોટલ, થિયેટર્સમાં આ નિયમ લાગુ પડશે

સુરત: સુરતમાં (Surat) સોમવારથી (Monday) પાલિકા સિટીબસ-બીઆરટીએસ (BRTS) બસ, બાગબગીચા, નેચરપાર્ક, ગોપીતળાવ, એકવેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો તથા પાલિકાની કચેરીઓમાં વેક્સિન બાકી હોઇ તેવા લોકોને પ્રવેશ આપશે નહિં (No Entry) . પ્રવેશ લેવા ફરજિયાત કોવિડ ટેસ્ટ (Covid-19 Taste ) કરાવવો પડશે. આ માટે પાલિકાએ તમામ જાહેર સ્થળોએ ટેસ્ટીંગ (Testing) માટે ટીમ મુકશે. નિયમનો (Guidelines) કડકકાઈથી અમલ કરવા જાહેર સ્થળોની એન્ટ્રી પર તૈનાત સિક્યુરીટીગાર્ડ અને માર્શલોને મુલાકાતીઓના વેક્સિનના સર્ટીફિકેટ અચુકપણે ચેક કરવા આદેશ અપાયા છે.

બસોમાં કંડકટરને ચકાસવા સૂચના આપવામાં આવી છે. આ જ નિયમ બુધવારથી હોટલ-રેસ્ટોરન્ટ, મોલ, મલ્ટિપ્લેકસ, હોસ્પિટલ સહિતના ખાનગી સ્થળોએ લાગુ કરાશે. નોંધનીય છે કે, શહેરમાં આજની સ્થિતિએ સેકન્ડ ડોઝને એલિજેબલ હોય તેવા 6.58 લાખ લોકો છે. તેઓને તાત્કાલિક ધોરણે સેકન્ડ ડોઝ લઇ લેવા પાલિકાએ અપીલ કરી છે. પાલિકાના જણાવ્યા અનુસાર, હાલમાં શહેરમાં 60 ટકા લોકો વેકેશન પરથી પરત આવી ચૂક્યા છે. વધુ 20 ટકા આ અઠવાડિયે આવી જશે.

વેકેશનમાં ફરવા ગયેલા લોકો મોટી સંખ્યામાં પરત આવી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં કોરોના વધી શકે છે. સંક્રમણ અટકાવવા અને રસીકરણ ઝડપથી પૂર્ણ કરવા સોમવારથી પાલિકા જાહેર સ્થળોએ રસી ન મુકાવનારને પ્રવેશ આપવાના નિયમનો અમલ કરી રહી છે. જોકે તેમ છતાં રસીકરણની કામગીરી મંદ ગતિએ જ ચાલી રહી છે. રવિવારે માત્ર 16381નું રસીકરણ થયું હતું. આજે સોમવારે 160 સેન્ટર પર કોવિશિલ્ડ રસીની કામગીરી થશે. જ્યારે 14 સેન્ટર પર કોવેક્સિન મળશે.

શહેરમાં 2 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143972 થઈ ગઈ છે. રવિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. રવિવારે શહેરમાંથી 15 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

Most Popular

To Top