Gujarat

રાજ્યમાં કોરોનાના કેસ થોડા ઘટ્યા, નવા ૧૧૦૮૪ સંક્રમિત : ૧૨૧ દર્દીના મોત


રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘટાડા સાથે નવા ૧૧૦૮૪ કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ ૧૨૧ દર્દીઓએ દમ તોડ્યો હતો. આ ઉપરાંત સારવાર દરમ્યાન સાજા થઈ જતાં ૧૪,૭૭૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રવિવારે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાના નવા ૧૧૦૮૪ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં ૨૮૮૩ કેસો, સુરતમાં ૮૩૯, વડોદરા મનપામાં ૭૯૦, રાજકોટ મનપામાં ૩૫૧, જામનગર મનપામાં ૩૪૮, જૂનાગઢ મનપામાં ૨૨૭, ભાવનગર મનપામાં ૨૨૪ અને ગાંધીનગર મનપામાં ૧૧૨ કેસો નોંધાયા છે. આ રીતે મનપા વિસ્તારમાં ૫૭૭૪ કેસો નોંધાયા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ૫૩૧૦ કેસો નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ કેસોનો આંક ૬,૮૧,૦૧૨ સુધી પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ મનપામાં ૧૮, સુરત મનપામાં ૭, વડોદરા મનપામાં ૭, રાજકોટમાં ૬, જામનગર મનપામાં ૮, જૂનાગઢ મનપામાં ૫, ભાવનગર મનપામાં ૪ અને ગાંધીનગર મનપામાં ૧ સહિત કુલ ૧૨૧ દર્દીઓનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આ સાથે કુલ ૮૩૯૪ દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે. રાજ્યમાં હાલમાં સારવાર હેઠળ ૧૩૯૬૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી વેન્ટિલેટર પર ૭૮૬ દર્દીઓ અને ૧૩૮૮૨૮ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. સારવાર દરમ્યાન રાજ્યમાં આજે ૧૪૭૭૦ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૩૩૦૦૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રવિવારે સૌથી વધુ ૬૫૭૭ દર્દીઓ અમદાવાદમાં અને સુરત મનપામાં ૧૮૪૧ દર્દીઓને રજા અપાઈ છે. આ રીતે દર્દીઓનો રિકવરી રેટ ૭૮.૨૭ ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૩૫,૪૧,૬૩૫ લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જે પૈકી ૧,૦૩,૨૭,૫૫૬ લોકોનું પ્રથમ ડોઝનું અને ૩૨,૧૪,૦૭૯ લોકોનું બીજી ડોઝ માટે રસીકરણ થયું છે. આજે ૧૮થી ૪૪ વર્ષ સુધીના ૧૩,૫૩૭ લોકોનું રસીકરણ કરાયું છે. જ્યારે ૪૫થી ૬૦ વર્ષના અને ૬૦ વર્ષથી ઉપરના ૨૪,૮૮૬ લોકોનું પ્રથમ ડોઝનું અને ૯૧,૨૧૫ લોકોનું બીજી ડોઝનું રસીકરણ કરાયુ છે.

ગાંધીનગરમાં ૨૯ દર્દીઓએ દમ તોડ્યો
ગાંધીનગરમાં રવિવારે કોરોના પોઝિટિવ હોય તેવા ૨૭૦ કેસો નોંધાયા છે. જેમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં ૧૧૨ કેસો અને જિલ્લામાં ૧૫૮ કેસો નોંધાયા છે. જ્યારે ૨૯૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સારવાર દરમ્યાન છેલ્લા ૨૪ કલાકમા ગાંધીનગરમાં ૨૯ દર્દીઓએ દમ તોડ્યો છે. ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારો પૈકી દહેગામ, કલોલ, માણસા અને ગાંધીનગર તાલુકામાં ૧૫૮ નવા કેસો નોંધાયા છે.

Most Popular

To Top