National

કોરોનાએ પ્રોપર્ટી બજારને ડૂબાડયું, ૩.૭ લાખ કરોડ મકાનના કોઇ ખરીદદાર નથી

નટોબંધી બાદ રિયલ્‍ટી સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. નોટબંધી અને જીએસટી બાદ નવી ખરીદીન અભાવ જોવા મળી રહયો છે. ત્‍યારે કોરોના વાયરસનો કહેરથી રિયલ્‍ટી સેકટરમાં મંદી વધુ ઘેરી જોવા મળી હતી. દેશના સાત મોટા શહેરોમાં ડેવલપર્સ દ્વારા ૩.૭ લાખ કરોડ મકાનો વેચાયા વગરના છે. આ ઇન્‍વેન્‍ટરીની રિયલ્‍ટી સેકટર ઉપર બોઝ છે. દિલ્‍હી-એનસીઆરમાં ૧.૨૧ લાખ કરોડ અનસોલ્‍ડ ઇન્‍વેન્‍ટરી છે. જેમાં મુંબઇમાં ૧.૨૪ લાખ કરોડ અને બેગલુરૂમાં ૮૯ હજાર કરોડની ઇન્‍વેન્‍ટરી વેચાયા વગરની પડેલીી છે.
અત્રે નોંધનીય છે કે, ૨૦૧૯ના પ્રથમ ત્રણ મહિનાની સરખામણીએ ૨૦૨૦ના ત્રણ મહિનામાં રેસીડેન્‍શીયલ યુનિટના વેચાણમાં લગભગ ૨૯ ટકા ઘટાડો નોંધાયો છે. જ્‍યારે ગત વર્ષમાં પ્રથમ ત્રણ મહિનામાં નવા યુનિટમાં ત્રણ ટકાની તેજી જોવાઇ હતી. ૨૦૨૦માં પ્રથમ કવાર્ટરમાં ૪૦૫૭૪ નવા પ્રોજેક્‍ટ લોન્‍ચ કરાયા છે.
નવા પ્રોજેક્‍ટમાં ૬૦ ટકા મુંબઇ અને બેગલુરૂંમાં લોન્‍ચ થયાછે. દિલ્‍હી, મુંબઇ અને બેગલુરૂંની તુલનામાં ૨૦૧૯ના પ્રથમ કવાર્ટરમાં દિલ્‍હીમાં નવા પ્રોજેક્‍ટમાં ત્રણ ટકાનો ઘટાડો અને બેગલુરૂમાં ત્રણ ટકા તેજી અને મુંબઇમાં ૧૮ ટકા ઘટાડો જોવા મળ્‍યો હતો.જેએલએલના સીઇઓના કહેવા અનુસાર ૨૦૧૯-૨૦માં વિકાસ દર ૫ ટકાની નીચે રહેનારો છે. પરંતુ ૨૦૦૮ની સરખામણીએ હાલની સ્‍થિતિએ રિયલ એસ્‍ટેટની હાલત એટલી ખરાબ નથી, બેન્‍ક લીકવીડીટીની પ્રર્યાપ્‍ત થવાના કારણે અસર દેખાશે અને ૨૦૨૦ના અંત સુધીમાં જાતેજાતમાં માગ તેજી જોવા મળી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top