Gujarat

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે DP બદલ્યું, ભાજપમાં જોડાવવાના સંકેત આપ્યા…

તાપી: કોંગ્રેસના (Congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) પોતાનું DPમાં કેસરિયો ધારણ કરેલો ફોટો મુકતા રાજકારણ ક્ષેત્રે ભારે અટકળો જોવા મળી રહી છે. આ અગાઉ 23 એપ્રિલે હાર્દિક પટેલે પોતાની વોટ્સએપ DPમાંથી પંજાનો નિશાન હટાવી લીધો હતો. જે બાદ આજે કેસરી ખેસ ધારણ કર્યો હોય તેવો ફોટો મુક્યો છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે છેલ્લા કેટલા સમયથી પોતોની પાર્ટી પર નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. અને ભાજપની પ્રશંસા કરી રહ્યા હતા. તેથી રાજકીય ક્ષેત્રે હાર્દિક પટેલે આગામી દિવસોમાં ભાજપમાં જો઼ડાશે તેવી અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે કેસરી ખેસ ધારણ કર્યો હોય તેવું વોટ્સએપ Dp મુક્તા પાર્ટી માટે ચર્ચાનો વિષય બન્યો છે.

હાર્દિક પટેલે તાપીના સોનગઢમાં કોંગ્રેસમા યુવા સ્વાભિમાન સંમેલનમાં હાજર રહ્યો છે. હાર્દિકના ચાલુ કાર્યક્રમમાં મંડપ પડી ગયો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવાના કારણે મંડપ ઉડી ગયો હતો જેથી સમર્થકોને ખસેડવા પડ્યા હતા. કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે કોંગ્રેસના ખેસ પહેર્યા વગર જ સભામાં પહોંચ્યા હતા. બીજી તરફ હાર્દિક પટેલે પોતાનું વોટ્સએપ DP 23 એપ્રિલે બદલ્યું હતું જેમાંથી કોંગ્રેસનો પંજાનો નિશાન હતો. હાર્દિકના DP ચેન્જ થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું કે હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી છોડી દેશે. પરંતું હાર્દિક પટેલે દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ આજે ફરી એકવાર તેમનું વોટ્સએપ DP ચેન્જ થતા અને તેમાં પણ કેસરી ખેસ ધારણ કરેલો ફોટો મુક્તા રાજ્કીય ક્ષેત્રે ભારે અટકળો જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપ DP બદલ્યા અંગે કહ્યું કે હાર્દિક પટેલે કહ્યું કે શું તમે પાંચ પાંચ દિવસે તમારી પત્ની સાથે વોટ્સએપ ફોટો ચેન્જ નથી કરતા? એમાં એવું કઈ નથી. દુશ્મનના વખાણ કરો એટલે અફવાની લીંક ચોંટી જાય. ટૂંકમાં હાર્દિક પટેલે વોટ્સએપ DP માં કેસરિયો ધારણ કર્યો છે અને ભાજપમાં જોડાવવાના છે તે વાતને નકારી કાઢી હતી.

Most Popular

To Top