માથાભારે દિલીપ કેરી અને તેના પુત્રે મહિલાને માર મારતાં ફરિયાદ

વડોદરા પ્રેમ સંબંધ બાંધવા સમાજસેવિકાને હેરાન કરતા અને માર મારનાર માથાભારે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક કેરી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. નવાયાર્ડ વિસ્તારમાં રહેતો માથાભારે દિલીપ ઠાકોર ઉર્ફે કેરી અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાયા છે.  અને પાછા પણ પાસા પણ થઈ ચૂકી છે. શહેર ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક મહિલા તેમને પીછો કરી અવારનવાર છેડતી કરનાર અંગે ફરિયાદ નોંધાવી. દિલીપ ઠાકોર ઉર્ફે કેરી કે જે વારંવાર ફરિયાદીને પ્રેમ સંબંધ બાંધવા માટે હેરાનગતિ કરી રહ્યો હતો તથા અવારનવાર ઝઘડા કરી હતો તેથી ફરિયાદી ખૂબ જ હેરાન થઈ આજરોજ આપઘાત કરવા માટે દિલીપ ના ઘર આગળ ગઈ હતી.

ફરિયાદી દિલીપ ઠાકોર ને સમજાવવા ગઈ હતી ત્યારે દિલીપ ઠાકોર ઉશ્કેરાઇ ગયો અને મહિલા સાથે ઝપાઝપી કરી લાત તેમજ મુક્કા થી તેને ખૂબ જ માર્યો હતો. દિલીપ કેરીએ મહિલાના છાતીના ભાગે હાથના નખોરીયા ભરી લીધા હતા. મહિલા ને ના ભાઈ ને પણ દિલીપ ઠાકોર અને પુત્ર પ્રતિકે મહિલા અને તેના ભાઇ ને ખુબ જ ઢોર માર માર્યો હતો.ફતેગંજ પોલીસને ફોન કર્યો હતો. ત્યારબાદ પોલીસ આવીને તેની સામે દિલીપ ઠાકોર ભાગી નીકળવામાં સફળ રહ્યો હતો.હાલ દિલીપ ઠાકોર ની શોધખોળ ચાલી રહી છે. ઉપરાંત પોલીસે તેના અંગે ગુનો દાખલ કર્યો છે.

પોલીસમાં ફરિયાદ નોંધાવવાના ગણતરીના કલાકોમાં જ ફતેગંજ પોલીસે દિલીપ ઠાકોરના પુત્ર પ્રતીક ઠાકોરને ગણતરીના કલાકોમાં જ તેમના નિવાસસ્થાનેથી ઝડપી પાડયો હતો. તેનો આર ટી પી સી આર કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. મહિલાએ જણાવ્યું હતું કે દિલીપ  ઉર્ફે ઠાકોર ઉર્ફે કરી ખૂબ માથાભારે છે અને એક વેબ પોર્ટલ ચેનલ સાથે પણ સંકળાયેલો છે. મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી.

Related Posts