Vadodara

દુમાડના ખેતરમાંથી GSPC અને વનવિભાગ ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું

વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામના ખેતરમાં મગર આવી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં આવતા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટરો અને વનવિભાગની ટિમ સ્થળ પર પહોંચી હતી.અને 5 ફૂટના મગરને સહીસલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો. શહેર નજીક આવેલા દુમાડ ગામમાં રહેતા અંબાલાલભાઈના ખેતરમાં મગરનું બચ્ચું આવી ચઢ્યું હતું.મગરનું બચ્ચું આવ્યાની વાત વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો સ્થળ પર ઉમટી પડ્યા હતા.જ્યારે ગામના રહીશ વિષ્ણુભાઈએ તુરંત જ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સંચાલક રાજ ભાવસારને ટેલિફોનિક જાણ કરી સમગ્ર સ્થિતી અંગે માહિતગાર કર્યા હતા.

જેથી સંસ્થાના સંચાલક રાજ ભાવસારે તાત્કાલિક પોતાના વોલીએન્ટર તથા વન વિભાગને જાણ કરીને મગરના બચ્ચાને રેસ્ક્યૂ કરવા માટે સ્થળ પર મોકલી આપ્યા હતા.સ્થળ પર જતા 5 ફૂટનો મગર ખેતરમાં નજરે પડ્યો હતો. જીએસપીસીએના વોલીએન્ટર તથા વનવિભાગની ટિમ દ્વારા ભારે જાહેમતે મગરને સહીસલામત રેસ્ક્યૂ કરતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.રેસ્ક્યુ કરાયેલા મગરને વનવિભાગ દ્વારા તેના કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યો હતો.નોંધનીય છે કે આ પહેલા પણ દુમાડ ગામના તળાવમાંથી ખોરાકની શોધમાં બે થી ત્રણ મગરો આવી ગયા હોવાના બનાવ બન્યા હતા.જોકે ખાનગી સંસ્થા દ્વારા તેઓનું રેસ્ક્યુ કરી વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top