Vadodara

વિશ્વામિત્રી નદીના ઘાટની સફાઈમાં બેદરકારી

વડોદરા: વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણવિદો સાથે મેયર દ્વારા બેઠકનો દોર શરૂ કર્યો છે ત્યારે કાલાઘોડા ખાતે આવેલ વિશ્વામિત્રી નદી નાગાણી સાફ-સફાઈ જે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેમાં બેદરકારી સામે આવી છે. સફાઈ સેવા ઘાટ નો કચરો કાઢીને ફરી વિશ્વામિત્રીમાં જ નાખી રહ્યા છે તેનાથી માદા મગર ના ઇંડા દબાઈ ગયા હતા તેની માહિતી પર્યાવરણવિદ સંજય સોની વિશ્વામિત્રી નદી ખાતે પહોંચી ગયા હતા અને વનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

છેલ્લા ત્રણ દાયકાથી નાગરિકો વિશ્વામિત્રી નદી જે પવિત્ર નદી છે તેની પુન જીવિત ના સપના જોઈ રહી છે ત્યારે NGT દ્વારા ચુકાદો આપ્યા બાદ મેયર કેયુર રોકડીયા અને શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ દ્વારા પર્યાવરણવિદો સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે તંત્ર દ્વારા કાલાઘોડા ખાતે આવેલ વિશ્વામિત્રી નદીની સાફ-સફાઈ કરવામાં આવી રહી હતી. ત્યાં સફાઈ કરતા કામદારો દ્વારા ઘાટ માંથી જે કચરો લેવામાં આવે છે તે ફરી વિશ્વામિત્રીમાં નાખી દેવામાં આવતો હતો તેની માહિતી પર્યાવરણ વિદ સંજય સોની ને મળતા તેઓ વિશ્વામિત્રી ઘાટ ખાતે પહોંચી ગયા હતા અને તેમને વનવિભાગને પણ આ મામલે જાણકારી આપી હતી.

પર્યાવરણવિદ સંજય સોનીએ જણાવ્યું હતું કે સફાઈ કામદારો દ્વારા જે કચરો બહાર નાખવાનો હોય એ કચરો વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવતા જેના કારણે માદા મગર જે ઈંડા મુકવા માં આવે છે તે ઈંડા ઉપર પુરાણ થઈ જાય છે જેથી સફાઈ કામદારો દ્વારા જે પૂરાણ કરવામાં આવ્યું હતું તે પુરાણ હટાવી દેવામાં આવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ અગાઉ વિશ્વમિત્રી નદી માં મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો જ્યારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેના માથા પર ઈજા પહોંચી હતી કાલાઘોડા બ્રિજ પર અમુક અસામાજિક તત્વો દ્વારા મગરને પથ્થર માનવામાં આવે છે જેથી તંત્ર દ્વારા બ્રિજ પર જારી લગાવવાની માંગ પણ કરવામાં આવી હતી.

વનવિભાગના ટીમ વિશ્વામિત્રી નદી ખાતે પહોંચી ગઈ હતી બીટગાર્ડ જી પી તડવી એ જણાવ્યું હતું કે પર્યાવરણવિદ સંજય સોની દ્વારા અમને માહિતી મળતા અને તુરંત જ વિશ્વામિત્રી નદીના ઘાટ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં અમને ઈંડા મળી આવ્યા ન હતા વન વિભાગે ને કોઈ પણ પ્રકારનો મેસેજ મળે તો એને અમે ગંભીરતા થી લઈએ છે. વડોદરા મહાનગર પાલિકાએ હવે ઘણી વગરનું થઈ ગયું છે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના કામગીરી જે વિકાસની શહેરમાં થાય છે તેની પર મોનીટરીંગ કે ઉપર સુપરવાઇઝીગ કરવામાં આવતું નથી. વડોદરા મ્યુનિસિપલ કમિશનરને કોઈ ગાંઠતું નથી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ બધા જ મ્યુનિસિપલ કમિશનર વિરૃધ્ધ કામ કરી રહ્યા છે. અને તેમના પર એલિગેશન કરી રહ્યા છે.

Most Popular

To Top