ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પગાર મુદ્દે વિરોધ

વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં ફાયર બ્રિગેડના જવાનો છેલ્લા 13 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચ પગાર ધોરણનો લાભ ન હતા તેઓ આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો ત્યારબાદ સમિતિમાં ઉચ્ચ પગાર ની દરખાસ્ત મુકવામાં આવતા ત્યારે આશ્વાસન આપતા કાળી પટ્ટી બપોર બાદ કાઢી નાખવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ફાયર મેનો ઉચ્ચ પગારના લાભોથી વંચિત છૅ. કોરોના ફ્રન્ટ વોરિયર્સ તરીકે તેઓ એ કોરો કાળ માં ફરજ બજાવી છૅ. 13 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચ પગાર નો લાભ ના મળતા તેઓ બે દિવસ પેહલા વડોદરા મહાનગર પાલિકાની કચેરી ખાતે અરજી ઇનવર્ડ કરાવી હતી કે 2 દિવસમાં અમારી માંગ નહિ સંતોષાય તો બુધવારથી તંત્ર સામે કાળી પટ્ટી પહેરી ફરજ પર હાજર રહી વિરોધ કરવામાં આવશે.

2008 અને 2012 એમ કુલ મળી ૫૬ જેટલા ફાયર મેનો ફરજ પર 13 વર્ષ થઈ ગયા હોવા છતાં 9, 18 અને 27 ના લાભોથી વંચિત રહ્યા છે. અને આજે સવારે કાળી પટ્ટી પહેરીને વિરોધ પણ કર્યો હતો. બપોર બાદ ફાયરના જવાનો ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટને સાથે રાખીને વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ મેયર કેયુર રોકડિયાને રજૂઆત કરવા ગયા હતા. ફાયરમેન અમિત રાવે જણાવ્યું હતું કે, મેયર કેયુર રોકડિયાએ અમને આશ્વાસન આપ્યું હતું કે તમારા ઉચ્ચ પગારની માંગ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિની દરખાસ્ત મૂકવામાં આવી છે જેથી ત્રણ કે ચાર દિવસમાં તમારી માગણી સંતોષાઈ જશે ત્યારબાદ ફાયરમેનનો એ કાળી પટ્ટી બપોર બાદ કાઢી નાખી હતી.

Related Posts