Gujarat

નીતિન પટેલને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પાંચ ક્લસ્ટરની જવાબદારી સોંપાઇ

ગાંધીનગર : પૂર્વ સીએમ વિજય રૂપાણીને પંજાબની (Punjab) જવાબદારી સોંપ્યા બાદ હવે ભાજપના (BJP) હાઈકમાન્ડે ગુજરાતના (Gujarat) પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ઉત્તરાખંડના તથા ઉત્તર પ્રદેશના પાંચ કલસ્ટરની જવાબદારી સોંપી છે. જેમાં ઉત્તરાખંડના તૈહરી, ગઢવાલ, હરિદ્વાર, અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર, કૈરાનાની જવાબદારીનો સમાવેશ થાય છે.

ગુજરાત સહિત દેશની ૧૬૦ જેટલી નબળી બેઠકો પર ભાજપના હાઈકમાન્ડે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. જો કે છેલ્લા કેટલાંક સમયથી સાઈડલાઈન કરાયેલા પૂર્વ ડે સીએમ નીતિન પટેલને ભાજપની નેતાગીરીએ ફરીથી સક્રિય કર્યા છે. અગાઉ પૂર્વ સીએમ વિજય રૂપાણીને પંજાપના પ્રભારી બનાવવા ઉપરાંત તેમને દિલ્હીમાં પણ ત્રણ લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે.

ભાજપ દ્વારા આજથી ૩૦મી જૂન સુધીનું એક જન સંપર્ક અભિયાન શરૂ કરાયુ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરાકરને ૯ વર્ષ પૂર્ણ થયા છે , જેના પગલે કેન્દ્રની સિદ્ધિઓ સાથે ભાજપ પોતાનું રિપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ રજૂ કરશે. આ ઉપરાંત દરેક લોકસભા બેઠકો દીઠ હવે ભાજપ એક મોટી રેલી પણ યોજશે. આ જન સંપર્ક અભિયાનની જવાબદારી ભાજપના દિગ્ગજ નેતાઓ તેજમ કેન્દ્રિય મંત્રીઓને પણ સોંપી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ત્રણ વખત સીએમ બનવાની ગાડી ચૂકી ગયા છે.

Most Popular

To Top