Dakshin Gujarat

બસમાં મુસાફરની તબિયત લથડતાં ડ્રાઇવર સીધો બસ લઈ સોનગઢ પહોંચ્યો અને થયું આવું..

વ્યારા: (Vyara) સોનગઢ ટાઉનમાં સુરત-બાલદા રૂટની બસ નં.(જી.જે.૧૮ ઝેડ ૬૯૮૬) પહોંચતાં બસમાં બેઠેલા મુસાફરો પૈકી એક યુવા મુસાફર સચિન રવિન્દ્રભાઈ પાડવી (ઉં.વ.૨૩) (રહે., ઉડાવદ, તા.કુકરમુંડા, જિ.તાપી)ને અચાનક વોમીટ અને માથામાં દુખાવો સાથે ગભરામણ થવા લાગી હતી. જેથી દર્દી (Patient) સાથે તેઓની માતા સંગીતાબેન રવિન્દ્રભાઈ પાડવી પણ સાથે હોય તેઓએ ફરજ પરના કંડક્ટર વી.બી.વસાવા અને ડ્રાઇવર (Driver) જે.એમ.પટેલને આ ઘટનાની જાણ કરી હતી. ફરજ પરના ડ્રાઇવરે માનવતાની દૃષ્ટિએ આ દર્દીને તાત્કાલિક સારવાર મળે એ હેતુથી પોતાના તાબાની સોનગઢ બસ સ્ટેન્ડ નજીક આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. દર્દીને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા. તાત્કાલિક ડોક્ટરએ (Doctor) આ યુવકને તપાસ કરી મૃત જાહેર કર્યો હતો.

  • સુરત-બાલદા એસટી બસમાં મુસાફરની તબિયત લથડતાં ડ્રાઇવર સીધો બસ લઈ સોનગઢ પહોંચ્યો
  • માથામાં દુખાવો થતાં દવાખાને લઈ જવાયેલા યુવાનને ડોક્ટરે મૃત જાહેર કર્યો
  • માતાને કાનની તકલીફ હોવાથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બતાવી ઘરે પરત ફરતી વેળા કુકરમુંડાના યુવાનની તબિયત લથડી

સચિનની માતા સંગીતાબેન રવિન્દ્રભાઇ પાડવીને કાનની તકલીફ હોવાથી તા.૧/૬/૨૦૨૩ના રોજ સવારે ૫ વાગ્યાના સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ST બસમાં જવા નીકળ્યા હતા. આશરે દશેક વાગ્યે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાનની દવા લઈ પરત થતાં હતાં. ત્યારે સચિનને માથામાં સતત દુખાવો થયો હતો. તેણે જે-તે સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી માથાની દુખાવાની દવા લીધી હતી.

સુરત ડેપો પર સુરત-બાલદા રૂટની બસમાં બેસી આશરે ૧૨ વાગ્યે પરત ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે બસમા પણ આ યુવકને ઊલટી થઈ હતી. સુરતથી વ્યારા આવતા તેને માથામાં સતત દુખાવો થતો હતો. સોનગઢ ટાઉનના રસ્તે આવતા સચિનની તબિયત વધારે બગડી હતી. તે બેભાન થઈ જતાં પરિસ્થિતિની ગંભીરતા જોઇ આ બસ ડ્રાઇવર સોનગઢ હોસ્પિટલ ખાતે સીધી બસ લઈ ગયો હતો. પણ સચિનને તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો.

ચીખલી ઓવરબ્રિજ પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત
ઘેજ : ચીખલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્તા પાસે એસટીબસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. બીલીમોરા ડેપોની એસટીબસ નંબર જીજે-18 – ઝેડ-5778 વાયા ચીખલીથી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્તા પાસે સુરત તરફથી આવી રહેલ મારૂતી કાર જીજે-05-આરઈ-0653 સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી પરંતુ વાહનોને નુકસાન થયું હતું.

Most Popular

To Top