SURAT

સુરત મનપાની બસ સેવામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી 1 મહિનો મુસાફરી ફ્રી

સુરત: સુરત મનપા (SMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યા ઘટે, સાથે સાથે પર્યાવરણની પણ સુરક્ષા થાય એ માટે બસ (Bus) સેવા શરૂ કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે એ માટે શહેરમાં સિટી બસ, બીઆરટીએસ અને ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે. જેમાં પણ મનપા દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને (Digital Transactions) પ્રોત્સાહન મળે એ માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત મની કાર્ડ થકી કે પછી સિટી લિંક મોબાઈલ એપ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી મુસાફરી કરનારને હવે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવશે.

  • સિટી લિંક મોબાઇલ એપ્લિકેશન મારફત ટિકિટ બુકિંગ કરી મુસાફરીમાં 100 ટકા રાહત આપવામાં આવશે
  • ટ્રાન્ઝેક્શન કરી મુસાફરી કરનારને હવે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવશે
  • મનપા દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળે એ માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સુરત સિટી લિંક લિ.ની 35મી બોર્ડ મીટિંગમાં મંજૂર થયા મુજબ જાહેર પરિવહન સેવામાં ડિજિટલ કેસલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય મળે તથા નાગરિકો દ્વારા તેનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે એ હેતુથી તા.1થી 30 સપ્ટેમ્બર સુધી સુરત મનીકાર્ડમાં ટેપ-ઈન/ ટેપ-આઉટ તથા સિટી લિંક મોબાઇલ એપ્લિકેશન મારફત ટિકિટ બુકિંગ કરી મુસાફરીમાં 100 ટકા રાહત આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં દરરોજ આશરે 11થી 12 હજાર લોકો સુરત મની કાર્ડ વાપરી રહ્યા છે.

Most Popular

To Top