Dakshin Gujarat

શ્રીજીના આગમન વેળાએ એવુંતે શું થયું કે પોલીસ-પબ્લિક આવ્યા આમને સામાને

બારડોલી: બારડોલી (Bardoli) નગરમાં શરૂ થયેલા ગણેશોત્સવ(Ganesh Festival)પર્વની ઉજવણીનો ભારે ઉત્સાહ જણાતાં અનેક સાર્વજનિક મંડળો (Sarvajnik Mandad) દ્વારા પોતાની મનપસંદ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના સાથે વાજતેગાજતે પધરામણી કરાતાં જાહેરનામાનું (Declaration) ઉલ્લંઘન અને કાયદાની જોગવાઇની ઐસીતૈસી સમજતા બારડોલીની એક મંડળની શોભાયાત્રા ઉપર પોલીસે(Police) નાછૂટકે દંડાવાળી કરી હોવાનું જાણવા મળે છે.

નાચગાનમાં મશગુલ ટોળા ઉપર પોલીસે નાછૂટકે દંડાવાળી કરવાની નોબત

ગતરોજ મધરાતના બાર વાગ્યાના સમયે બારડોલીના સ્ટેશન રોડ ઉપર આવેલા ગોવિંદ આશ્રમ મંદિર નજીક ઢોલ-નગારાં અને ડીજેના કર્કશ અવાજથી પરેશાન થયેલા લોકોએ બારડોલી પોલીસને લાંબા સમય સુધી એક જ સ્થળે ઊભા રહી ઘોંઘાટ ફેલાવતાં મંડળ વિરુદ્ધ ફરિયાદ કરતાં ઘટના સ્થળે પહોંચેલી બારડોલી પોલીસે અનેક વિનંતીઓ કરવા છતાં અવગણના કરી ઢોલ-નગારાંના તાલે નાચગાનમાં મશગુલ ટોળા ઉપર પોલીસે નાછૂટકે દંડાવાળી કરવાની નોબત આવતાં ધજાગરા નામે ઓળખાતા મહારાષ્ટ્રના ઢોલિયોના જૂથના એક સભ્યને પોલીસ દમનનો ભોગ બનવાની નોબત આવતાં તેને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. રાતના સમયે શોભાયાત્રા કરનાર ગણેશમંડળ તથા ધાર્મિક અવસરના પ્રારંભે જ પોલીસ તંત્રનું કડક વલણ બંનેની આલોચના કરતાં બારડોલીમાં બુધવારે ઘટના ટીકાને પાત્ર બની હતી.

Most Popular

To Top