SURAT

વેસુમાં રિ-બાઉન્સ ગેમઝોનમાંથી 3 લેસર ગન, 75 હજાર રોકડ સહિત 1.29 લાખની ચોરી

સુરત: વેસુ (Vesu) ખાતે આવેલા ગેમ ઝોનમાં (Game Zone) તસ્કરે 75 હજાર રોકડ, 3 લેસર ગન, મોબાઈલ સહિત કુલ 1.29 લાખના મત્તાની ચોરી (Stealing) કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સિટી લાઈટ ખાતે સ્પ્રીંગ વેલી ખાતે રહેતો 30 વર્ષીય ચિરાયુ સત્યેન સોમાની વેસુ ખાતે રિ-બાઉન્સ ગેમ ઝોન ચલાવે છે.

ગત 20 ઓગસ્ટે વહેલી સવારે તેમનો સ્ટાફનો માણસ ઇન્દ્રજીતસિંગ ગેમઝોનમાં આવતાં કાઉન્ટરના ડ્રોવર ખુલ્લા હતા. સ્ટાફ દ્વારા ચિરાયુને જાણ કરવામાં આવતાં તે ગેમઝોન પર પહોંચી ગયો હતો. તેણે આવીને ચેક કરતાં લોકરમાં મૂકેલા 75 હજાર રોકડા, 4 મોબાઈલ ફોન, ગેમઝોનમાં રમવાની લેસરની 3 ગન, પિસ્ટલ ગન સિલિન્ડર, કોપરના છરા, લેજર ટેગ સેંસર જેકેટ, કેમેરાનું ડીવીઆર, વોટર ટેંકના કવર, કાર્ડ સ્વેપ મશીન મળીને કુલ 1.29 લાખની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. જેથી ગેમ ઝોનમાં લાગેલા સીસીટીવી ચેક કરતાં એક અજાણ્યો ગેમ ઝોનમાં રાત્રે 3 વાગ્યાથી 5 વાગ્યાના અરસામાં ગેમ ઝોનમાં પાછળના ટોઈલેટ પાસેના દરવાજાનો મજાગરો તોડી અંદર આવતો જોવા મળે છે. ચિરાયુ દ્વારા આ અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

સુમુલ ડેરી રોડ ઉપરના જનરલ પ્રોવિઝન સ્ટોરમાંથી 25 હજારની ચોરી
સુરત : સુમુલ ડેરી રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષમાં જનરલ પ્રોવિઝન સ્ટોરમાંથી તસ્કર દુકાનનું તાળુ તોડીને રૂા. 5 હજાર રોકડા તેમજ 20 હજારનું લેપટોપ મળી કુલ્લે રૂ.25 હજારની ચોરી કરી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વેસુ અનુપમ કુંજ રો હાઉસમાં રહેતા જીગર નરેશભાઈ તમાકુવાલા (ઉ..વ.૩૫) સુમુલ ડેરી રોડ મહેક આઈકોન કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં શશીકાંત બ્રધર્સના નામે જનરલ પ્રોવિઝન સ્ટોરના નામે વેપાર કરે છે. ગત તા ૧૮મીના રોજ રાત્રીના સુમારે તસ્કરોએ જીગરભાઇની દુકાનનું તાળુ તોડી કેશ કાઉન્ટરના ટેબલના ગલ્લામાં મુકેલા રોકડા ૫ હજાર અને લેપટોપ મળી કુલ રૂપિયા ૨૫,૦૦૦ના મતાની ચોરી કરી નાસી ગયા હતા.

Most Popular

To Top