Top News

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસને કોરોનાના કહેરને કારણે ભારતની મુલાકાત મુલતવી રાખી

ભારત(INDIA)માં કોરોના(CORONA)ની ગતિ બેકાબૂ બની ગઈ છે. ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, યુનાઇટેડ કિંગડમ(UK)ના વડા પ્રધાન (PRIME MINISTER) બોરીસ જ્હોનસને તેમની ભારત યાત્રા મુલતવી (POSTPONED) રાખી છે. હવે તે થોડા દિવસો પછી ભારત આવવાનું વિચારી રહ્યા છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન (BORIS JOHNSON) 25 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ ભારતમાં કોરોનાના કેહરના કારણે પરિસ્થિતિ વણસતી દેખાતા હાલ તેમણે પોતાની મુલાકાત (INDIA VISIT) મુલતવી રાખી છે.

વિશ્વમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોનસન પર ભારતની મુલાકાત પહેલાથી જ મુલતવી રાખવાનું દબાણ હતું. બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટી(LABOR PARTY)એ પણ બોરિસ જ્હોનસનથી તેમની પ્રવાસ યાત્રા રદ કરવાની માગ કરી હતી. જેમાં લેબર પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્હોનસન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) સાથે દ્વિપક્ષીય સંબંધોની ઓનલાઇન (online) ચર્ચા કેમ કરી શકતા નથી.

બોરિસ જ્હોનસનની ભારત મુલાકાતનો વિરોધ કરતાં લેબર પાર્ટીના શેડો કમ્યુનિટિ સેક્રેટરી સ્ટીવ રેડે કહ્યું હતું કે આપણામાંના ઘણાં એવું જ કરી રહ્યા છે અને મને લાગે છે કે વડા પ્રધાને દાખલો બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, હું વડા પ્રધાન બોરિસ જ્હોનસનની મુલાકાત માટે ઈચ્છું કરું છું કે ભારત માટે હાલાત કાબુમાં નથી માટે તેઓ હાલ પૂરતું ઝૂમ પર બેઠક કરી લે એજ ઠીક રહેશે.

બોરિસ જ્હોનસનનો ભારત પ્રવાસ બીજી વખત મુલતવી રાખવામાં આવી રહ્યો છે. આ પહેલા 26 જાન્યુઆરીએ જ્હોનસનની મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી. ડિસેમ્બર 2019 માં યોજાનારી યુકેની સામાન્ય ચૂંટણીઓ પછી બ્રિટિશ વડા પ્રધાનની યુરોપની બહારની આ પ્રથમ મોટી વિદેશ યાત્રા હતી. જો કે હવે તે પણ મુલતવી રાખવામાં આવી છે.

Most Popular

To Top