National

જેવા સાથે તેવા: બ્રિટેન સામે નારાજગી વ્યક્ત કરવા માટે ભારત સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય

ભારત સરકાર દ્વારા આજે ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિટેનથી (Briten Passengers in India Corona RTPCR Test Compulsory ) આવતા પ્રવાસીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ અને 10 દિવસનું આઈસોલેશન ફરજિયાત કરાયું છે. થોડા સમય પહેલાં બ્રિટેન દ્વારા ભારતીય કોરોના વેક્સીનને મંજૂરી નહીં આપવાના પગલાં સામે નારાજગી વ્યક્ત કરવા ભારત સરકારે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 4 ઓક્ટોબરથી અમલમાં મુકાનારો આ નિયમ વેક્સીન લઈ લીધી હોય તેવા પ્રવાસીઓ પર પણ લાગુ પડશે. આ સાથે જ બ્રિટેનથી આવતા ભારતીય નાગરિકોને પણ આ નિયમોનું પાલન કરવાનું રહેશે.

  • બ્રિટને કહ્યું હતું કે કોવિશીલ્ડ મેળવનારાઓ સાથે તેમને કોઈ સમસ્યા નથી. તેઓ ભારતના વેક્સિન સર્ટિફિકેટ પર વિશ્વાસ કરી શકતા નથી.
  • વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતા પણ પ્રવાસીએ ટેસ્ટ કરાવવો પડશે. પ્રવાસીએ મુસાફરીની શરૂઆતના 72 કલાક પહેલા અને પહોંચ્યા પછી 8 દિવસો સુધી RT-PCR પરીક્ષણ કરાવવું જરૂરી રહેશે.

બ્રિટનમાં ભારતીય પ્રવાસીઓ પર ચાલી રહેલા કોરોના પ્રતિબંધનો ભારતે વળતો જવાબ પણ આપ્યો છે. હવે બ્રિટનથી આવતા પ્રવાસીઓને ભારતમાં 10 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. સરકારે શુક્રવારે આ આદેશ જાહેર કર્યો છે. આના સિવાય, UKના લોકોએ પણ RT-PCR ટેસ્ટમાંથી પસાર થવું પડશે. નવા જાહેરનામા પ્રમાણે વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતા પણ પ્રવાસીએ ટેસ્ટ કરાવવો પડશે. પ્રવાસીએ મુસાફરીની શરૂઆતના 72 કલાક પહેલા અને પહોંચ્યા પછી 8 દિવસો સુધી RT-PCR પરીક્ષણ કરાવવું જરૂરી રહેશે. આ આદેશ 4 ઓક્ટોબરથી અમલમાં આવશે.

બ્રિટને કોવશિલ્ડને માન્યતા તો આપી દીધી છે, પરંતુ ભારતીયો માટે કેટલીક શરતો ઉમેરી છે. ભારતે આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. નવા નિયમો અનુસાર, કોવીશિલ્ડ વેક્સિનના બંને ડોઝ મેળવનારા ભારતીયોને UK પહોંચ્યા બાદ પણ 10 દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડશે અને ટેસ્ટ પણ કરાવવા પડશે. ભારતીય નાગરિકોએ બ્રિટનના આ નિર્ણયને વંશીય ગણાવ્યો હતો. આના જવાબમાં બ્રિટને કહ્યું હતું કે કોવિશીલ્ડ મેળવનારાઓ સાથે તેમને કોઈ સમસ્યા નથી. તેઓ ભારતના વેક્સિન સર્ટિફિકેટ પર વિશ્વાસ કરી શકતા નથી.

Most Popular

To Top