Dakshin Gujarat

અંકલેશ્વરમાં બુટલેગરે પાણીની પાઈપલાઈન બિછાવી, માટલામાં દારૂની બોટલો સંતાડી

ભરૂચ, અંકલેશ્વર : અંકલેશ્વરના માંડવા ગામે (Mandwa village) બુટલેગરે (Bootlegger) જમીનમાં (land) પાઈપલાઇન (Pipeline) બિછાવી, માટલા મૂકી વિદેશી દારૂની (liquor) બોટલો સંતાડી હતી, જેને પોલીસે (Police) શોધી કાઢી હતી.અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માંડવા ગામના સ્થાનિકોએ ગામના રોડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર પ્રકાશ મગનભાઈ વસાવાએ તેના ઘર પાસે જમીનમાં પાઇપલાઇન બિછાવી અને માટલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે, એવી બાતમી આપતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે પાવડા વડે ખોદકામ કરતા પાઈપલાઈન અને ખાડામાં રહેલા માટલામાંથી વિદેશી દારૂની ૪૫૯ બોટલ મળી કુલ રૂ.૪૫ હજારથી વધુનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈથી ભાવનગર જતી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં દારૂનો જથ્થો પકડાયો
વાપી : વાપીના બલીઠા સ્થિત વલસાડી જકાતનાકા પાસે વાપી ટાઉન પોલીસે મુંબઈથી ભાવનગર જતી લક્ઝરી બસને રોકીને ઇંગ્લિશ બનાવટનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મુંબઈથી ભાવનગર જતી લીમડા ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસને પોલીસે રોકી ત્યારે તેનો ડ્રાઈવર નેશનલ હાઇવેની સામેની ટ્રેક ઉપર વાહનો વચ્ચેથી ભાગી છૂટ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો પરંતુ ડ્રાઈવર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે લકઝરીમાંથી ૧૦૮ બોટલ મીણીયા થેલામાંથી ઝડપી પાડી હતી જેની કિંમત રૂપિયા ૯૯,૬૨૦ બતાવવામાં આવે છે.

દારૂ મીણીયા થેલામાં પેસેન્જરોની સ્લીપર સીટ નીચે છુપાવ્યો હતો
જ્યારે લકઝરીની ૧૦ લાખ તથા બે મોબાઈલ ફોન સાથે કુલ મુદ્દામાલ રૂપિયા ૧૧,૦૯,૬૨૦નો કબજે લઈ અન્ય ડ્રાઈવર તથા કંડકટર એમ બે વ્યક્તિને અટકમાં લઈ તપાસ હાથ ધરી છે.બલીઠા વલસાડી જકાત નાકા પાસે વાપી ટાઉન પોલીસે બસને રોકી ત્યારે તેનો ડ્રાઈવર ભાવનગરના સીતારામ ચોકમાં રહેતો વનરાજસિંહ રણજીતસિંહ બારડ ભાગી છૂટ્યો હતો. ટ્રાવેલ્સ બસમાં પોલીસને સ્લીપર સીટ નંબર ૭,૮,૧૩,૧૪,૧૫,૧૬ ઉપર મીણીયા થેલામાં દારૂ મૂકવામાં આવ્યો હતો. વાપી ટાઉન પોલીસે બસમાંથી લક્ઝરી બસના બીજા ડ્રાઈવર ભાવનગર ચિત્રા જીઆઈડીસી ખાતે રહેતા હિતેન્દ્રસિંહ લાલુભા ગોહિલ તથા કંડકટર ભાવનગર આનંદનગરમાં રહેતા કમલેશભાઈ મોહનભાઈ પરમારને અટકમાં લઈને વનરાજસિંહ તેમજ દારૂ મંગાવનાર ભાવનગર માણેકવાડીમાં રહેતો શબ્બીર રજાકભાઈ મેતરને પકડવા તજવીજ હાથ ધરી છે. દારુનો જથ્થો વનરાજસિંહ રિક્ષામાં ભરીને કાંદીવલી આવ્યો હતો. જે મીણીયા થેલામાં ઝડપાયેલા બંને આરોપીએ ભરીને પેસેન્જરોની સ્લીપર સીટ નીચે છુપાવ્યો હતો.

Most Popular

To Top