Gujarat

સરકારની બેદરકારીને કારણે ભરૂચ-વડોદરા-નર્મદા જીલ્લામાં સર્જાઈ તારાજી: જયનારાયણ વ્યાસ

અમદાવાદ: (Ahmedabad) કોઈ અગમ્ય કારણોસર ગુજરાતે (Gujarat) આ ઘટના એટલે કે ટળી શકે એવી ગંભીર દુર્ઘટના સરકારની લાપરવાહીને (Carelessness) કારણે ઉભી થઈ છે. માનવસર્જિત પુરની આફત માટે સતાધીશો અવનવા તર્ક આપી રહ્યા છે. વાદળ ફાટવાની તર્કથી વિહીન વાતો કરી રહી છે. “અતિ પાણીનો જથ્થો આવી જતા પાણી છોડવું પડ્યું” અને આ પરિસ્થિતિ થઇ. “સરદાર સરોવર નિગમની સત્તાવાર યાદી વાદળ ફાટવાના કારણે વધુ પાણીની આવક થઇ”. ક્યાં વાદળ ફાટ્યું? રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ- હવામાન ખાતાએ કેમ કોઈ વિગતો જાહેર ન કરી ? નર્મદા કન્ટ્રોલ ઓર્થોરિટી એમની વેબસાઈટ પર આ બધી માહિતી રોજ મુકે છે, જે 6ઠ્ઠી સપ્ટેમ્બર પછીની સ્થિતિ બતાવતી વેબસાઈટ કેમ બંધ કરી દેવામાં આવી તેવું રાજ્યના પૂર્વ મંત્રી અને સિનીયર આગેવાન ડૉ. જયનારાયણ વ્યાસએ કહ્યું હતું.

  • સરકારની બેદરકારીને કારણે ભરૂચ-વડોદરા-નર્મદા જીલ્લામાં સર્જાઈ તારાજી: જયનારાયણ વ્યાસ
  • નર્મદા કન્ટ્રોલ ઓર્થોરિટીની વેબસાઈટ 6ઠ્ઠી સપ્ટેમ્બર પછીથી કેમ બંધ કરી દેવામાં આવી?

માનવસર્જિત પુરની આપદાથી ભરૂચ-વડોદરા-નર્મદા જીલ્લામાં પાણી ફરી વળતા મોટાપાયે તારાજી થઇ અને લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા ત્યારે ભાજપ સરકારની લીપાપોથી વલણ પર આકરા પ્રહાર કરતા ડૉ. જયનારાયણ વ્યાસએ જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમનું પહેલું અને પાયાનું કામ હેઠવાસમાં થતી તબાહી રોકવા ફલડ રેગ્યુલેટર એટલે કે પૂર નિયંત્રક તરીકેનું છે. 6ઠ્ઠી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થયો અને ઉત્તરોત્તર ત્યાર પછીના પાંચ થી છ દિવસમાં એનું જોર વધતું ગયું હતું. દાહોદથી માંડી મધ્યપ્રદેશના આ વિસ્તારમાં નવી લો પ્રેસર સિસ્ટમ શરૂ થઈ ગઈ હતી, તેને કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તે પ્રકારની આગાહી ભારત સરકારના હવામાન ખાતાએ સ્પષ્ટ રીતે કરી હતી. જ્યારે મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થયો સરોવરની ઉપરવાસમાં મધ્યપ્રદેશના બંધ એફઆરએલ(ફૂલ રીસોર્વોયર લેવલ)ની નજીક એટલે કે છલોછલ ભરાઈ ગયા જેથી મધ્યપ્રદેશના બંધમાંથી પાણી છોડવું પડે. ઉપરવાસમાં વરસાદ એટલો ભારે હતો જેને કારણે આ બંધોના લગભગ બધા જ ગેટ ખોલવા પડે, જે પ્રક્રિયા 14-15 સપ્ટેમ્બર વચ્ચે શરૂ થઈ હોવી જોઈએ. આ પાણી સતત સરદાર સરોવર બંધમાં આવી રહ્યું છે તે ખ્યાલ અનુભવી ઈજનેરો અને મહેસુલ ખાતાના અધિકારીઓને 7મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બરે સુધી કેમ ન આવ્યો?

મધ્યપ્રદેશેમાંથી ઉપરવાસના આ બંધોના ગેટ ખોલવાનું શરૂ કર્યું ત્યારે ગુજરાતને નર્મદા કન્ટ્રોલ ઓર્થોરિટીને પાણી રોકી ન રાખવાને બદલે સરદાર સરોવર ડેમનું પાણી રીલીઝ કરવાનું ચાલુ કર્યુ હોત તો હેઠવાસમાં પૂરની આટલી ભારે અને નુકસાનકારક સ્થિતિ ના સર્જાત. કોઈ અગમ્ય કારણોસર ગુજરાતે આ ઘટના એટલે કે ટળી શકે એવી ગંભીર દુર્ઘટના સરકારની લાપરવાહીને કારણે ઉભી થઈ છે. માનવ સર્જિત પુરની આફત માટે સતાધીશો અવનવા તર્ક આપી રહ્યા છે. વાદળ ફાટવાની તર્કથી વિહીન વાતો કરી રહી છે. પ્રવકતા મંત્રી કહે છે કે “અતિ પાણીનો જથ્થો આવી જતા પાણી છોડવું પડ્યું” અને આ પરિસ્થિતિ થઇ. “સરદાર સરોવર નિગમની સત્તાવાર અખબારી યાદી વાદળ ફાટવાના કારણે વધુ પાણીની આવક થઇ”. ક્યાં વાદળ ફાટ્યું? રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ- હવામાન ખાતાએ કેમ કોઈ વિગતો જાહેર ન કરી?

નર્મદા કંટ્રોલ ઓથોરિટી પાસે સરદાર સરોવરમાં આવતા પાણી અંગેના અદ્યતન ડેટા હોવા છતાં આ હોનારત કેવી રીતે થઈ?
અમરકંટકથી સરદાર સરોવર સુધી વરસાદ અને રનઓફના આંકડા રોજેરોજ મળે તેવી સિસ્ટમ છે. આ સિસ્ટમ રીઅલ ટાઈમ સિસ્ટમ છે એટલે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી પાસે સરદાર સરોવરમાંથી આવતા પાણી અંગે અદ્યતન ડેટા હોવા છતાં આ પ્રકારની હોનારત કેવી રીતે થઇ ? દર વર્ષે દરેક મધ્યમ અને મોટા બંધ માટે ફલડ મેમોરેન્ડમ બને છે. આમાં તેમાંથી કેટલા લેવલે પાણી છોડવામાં આવે તેમજ કેટલો વિસ્તાર / ગામ ડુબે તેના વિગતવાર અંદાજો મળી જાય છે. ચાલુ વર્ષનું ફલડ મેમોરેન્ડમ નર્મદા વિભાગે રેવન્યુ વિભાગે કેમ અપલોડ કર્યું નથી ? આ મેન્યુઅલમાં મૂકેલ રૂલકર્વને આધારે પાણી ક્યારે છોડવું, કેટલું છોડવું અને ક્યા લેવલે પાણી છોડે ત્યારે કેટલો વિસ્તાર / ગામ ડૂબે તે માહિતી વિગતવાર હોય છે.

વેબસાઈટ બંધ, તો ફલ્ડ મેમોરેન્ડમ ક્યાંક તો તૈયાર કરાયું હશે ને…કે બનાવ્યું જ નહોતું!
નર્મદા કન્ટ્રોલ ઓર્થોરિટી એમની વેબસાઈટ પર આ બધી માહિતી રોજ મુકે છે, જે 6ઠ્ઠી સપ્ટેમ્બર પછીની સ્થિતિ બતાવતી વેબસાઈટ કેમ બંધ કરી દેવામાં આવી છે? જેના કારણે હેઠવાસમાં રેવન્યુ વિભાગ અથવા સિંચાઈ વિભાગ તેમજ ગાંધીનગર આવેલ ફૂલડ કન્ટ્રોલ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને કોઈ જ વિગત મળે નહીં. ફલડ મેમોરેન્ડમ ક્યાંક તો તૈયાર કરવામાં આવ્યું નથી અથવા સંબંધિત સત્તાવાળાઓ દ્વારા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું નથી, જે અગાઉ સરદાર સરોવર નર્મદા વિભાગ અને મહેસુલ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેતું. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા 6 સપ્ટેમ્બર બાદ ‘ડેઈલી રીપોર્ટ’ પણ મૂકવાનું બંધ કરવામાં આવ્યું છે અને અત્યારે વેબસાઈટ ઉપલબ્ધ નથી.

Most Popular

To Top