Dakshin Gujarat

બારડોલીની ધુલિયા ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇકચાલકનું મોત, બેને ઇજા

બારડોલી : બારડોલીની (Bardoli) ધુલિયા ચોકડી પર પરિશ્રમ પાર્ક નજીક અજાણ્યા વાહને એક મોટર સાઇકલને (Motorcycle) ટક્કર મારતા મોટર સાઇકલ પર સવાર ત્રણ યુવકો નીચે પટકાયા હતા. જે પૈકી ગંભીર ઇજા પામનાર યુવકનું સારવાર દરમિયાન મોત (Death) થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી તાલુકાના ઇસરોલી ગામની સીમમાં નવસારી રોડ પર આવેલી અલનુર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ઝૂંઝુનુ જિલ્લાના ઉદેપુરવાટી તાલુકાનાં રઘુનાથપુરાના મંગલચંદ ગોવિંદરામ મેગવાલ (ઉ.વર્ષ 34) ટાઇલ્સ અને માર્બલ ફીટીંગનું કામ કરતો હતો. ગુરુવારના રોજ મંગલચંદ તેની સાથે કામ કરતાં અશોક ફૂલચંદ વર્મા અને સોનારામ રામસ્વરૂપ મેગવાલ સાથે બાબેન ગામે કામ ચાલતું હોય ત્યાં જવા નીકળ્યા હતા.

મોટર સાઇકલ પર સવાર ત્રણેય નીચે પડી જતાં ગંભીર ઇજા
તેઓ ઓવરબ્રિજ ક્રોસ કરી પરિશ્રમ પાર્ક નજીક પહોંચતા જ એક અજાણ્યા વાહન ચાલકે તેમની મોટર સાઇકલને ટક્કર માર દીધી હતી. અકસ્માતમાં મોટર સાઇકલ પર સવાર ત્રણેય નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી આવ્યા હતા. જ્યાં મંગલનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે મૃતકના ભાઈ રાજકુમાર ગોવિંદરામ મેગવાલની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હાઇવે ઉપર ટ્રકે અડફેટે લેતા અકસ્માતમાં બાઈક પાછળ બેસેલી મહિલાનું મોત

ઉમરગામ : ભીલાડ નજીક નંદીગામ હાઇવે ઉપર ટ્રકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માતમાં બાઈક પાછળ બેસેલી મહિલાનું મોત નીપજવાનો બનાવ બનવા પામ્યો છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના ઉપલાટ ગામે માંહ્યાવંશી ફળિયામાં રહેતા ફરિયાદી હસમુખભાઈ શામજીભાઈ રાઠોડ તેની પત્ની મનિષાબેન (ઉંમર વર્ષ 42) સાથે પોતાની હોન્ડા મોટરસાયકલ નંબર જીજે 15 બીએફ 5989 ઉપર રાબેતા મુજબ વાપી જીઆઇડીસીમાં નોકરી ઉપર જઈ રહ્યા હતા.

અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ચાલક નાસી ગયો
શુક્રવારે સવારે પોણા આઠેક વાગ્યાના સુમારે ભીલાડ નજીક નંદીગામ પારસીપાડા હાઈવે ઉપર એક ટ્રકે પાછળથી ટક્કર મારી મનિષાબેન ઉપર ટાયર ચડાવી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ચાલક નાસી ગયો હતો. આ બનાવની ભિલાડ પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ શામજીભાઈ રાઠોડે ફરીયાદ આપતા પોલીસે ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો વઘુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top