Dakshin Gujarat

ભૂસ્તર વિભાગની ટીમે મહુવરિયામાં રેતીખનન ઝડપવા માટે ડ્રોન ઉડાડ્યું, 16 લાખનો મુદ્દામાલ કબજે

અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના મહુવરિયા ખાતે અંબિકા નદીના (Ambika River) પટમાં ભૂસ્તર વિભાગ (Department Of Geology) અને ખનીજ કચેરી દ્વારા ડ્રોન (Dron) પદ્ધતિથી આકસ્મિક તપાસ કરાતાં પરવાનગી વિના રેતીખનન કરતા 16 લાખના મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના મહુવરિયા ગામે ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ત્રણ યાંત્રિક નાવડી તેમજ એક ટ્રક નં.(DN 09 F 9805) રેતીખનનની બિન અધિકૃત પ્રવૃત્તિ કરતી હાલતમાં જ ઝડપાઇ હતી. સાદી રેતીના બિન અધિકૃત કામકાજમાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા ૧૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પકડાયેલા મુદ્દામાલને જપ્ત કરી માંડવી પોલીસમથકે રાખવામાં આવ્યા હતા. સમગ્ર પંથકમાં ભૂસ્તર વિભાગના સપાટાથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

  • ત્રણ નાવડી અને એક ટ્રક કબજે કરવામાં આવી
  • ભૂસ્તર વિભાગના સપાટાથી ભૂમાફિયાઓમાં ફફડાટ
  • પરવાનગી વિના રેતીખનન કરતા 16 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

કણાઈમાં 81 હજારથી વધુના વિદેશી દારૂ સાથે માતા-પુત્રની ધરપકડ
બારડોલી: બારડોલીના કણાઈ ગામે બે મકાનમાંથી 81 હજારથી વધુની કિંમતના વિદેશી દારૂ સાથે માતા-પુત્રની અટક કરી હતી.ગુરુવારે બારડોલી ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કણાઈ ગામે નિશાળ ફળિયામાં રહેતાં રંજનબેન જગદીશભાઈ રાઠોડ તેના ઘરમાં અને તેના ઘરની આજુબાજુના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. પોલીસે ઘરમાં હાજર રંજનબેનની અટક કરી ઘરની તલાશી લેતાં અંદરથી એક કોથળીમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ મળી આવી હતી.

82,030 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને માતા-પુત્રની અટક કરી
સામેના ઘરમાં તપાસ કરતાં તે ઘરમાંથી તેની પુત્ર રાહુલ જગદીશ રાઠોડ મળી આવ્યો હતો. એ ઘરમાંથી પણ વિદેશી દારૂ મળી આવતાં પોલીસે બંને ઘર મળી કુલ 948 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 81,600 રૂપિયા કબજે કર્યો હતો. પોલીસે રોકડ રૂપિયા મળી કુલ 82,030 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને માતા-પુત્રની અટક કરી પરભુભાઈ જેરામભાઈ ગુજજર નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

Most Popular

To Top