National

બેંગ્લોર: દીકરીએ માતાની હત્યા કરી, લાશને સૂટકેસમાં ભરી પોલીસ સ્ટેશન પહોંચી, ગુનો સ્વીકારતા કહ્યું…

નવી દિલ્હી: માતા પુત્રીનો સંબંધ ખાસ હોય છે. પણ બેંગ્લોરમાં (Bangalore) માતા પુત્રીની એક એવી ધટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. એક પુત્રીએ તેની માતાની હત્યા (Murder) કરી નાંખી લાશને (Dead Body) સૂટકેસમાં બંધ કરી પોલીસ સ્ટેશન (Police Station) પહોંચી ગઈ હતી. આ કેસમાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં હાલ બે બાબતો સામે આવી છે.

જેમાં પ્રથમ જાણકારી મુજબ મૂળ પશ્વિમ બંગાળની પણ છેલ્લાં 6 વર્ષથી પોતાના પતિ સાથે બેંગ્લોરના બિલેકહલ્લી વિસ્તારના એનએસઆર ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતી 39 વર્ષની ફિઝયોથેરાપીસ્ટ મહિલાએ પોતાની માની હત્યા કરી નાંખી હતી. હત્યા પછી તેણે લાશને સૂટકેસમાં બંધ કરી તેને લઈ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. ગુનો સ્વીકારી લેતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પીડિતાની ઓળખ 70 વર્ષીય બિવા પાલના નામે થઈ છે. મહિલાએ સમગ્ર ધટના અંગે જણાવ્યું હતું કે તેની માતા અને તેના પતિ વચ્ચે રોજબરોજ ઝઘડા થતા હતા જેનાં કારણે તે કંટાળી ગઈ હતી. આ કારણસર તેણે પોતાની માને ઉંધની ગોળીઓ ખવડાવી દીધી હતી અને તેની હત્યા કરી નાંખી હતી.

જ્યારે અન્ય જાણકારી મુજબ મહિલા તેની માતા પતિ અને સાસુ સાથે એપાર્ટમેન્ટમાં રહેતી હતી. પીડિતા અને સેનાલીની સાસુ લગભગ દરરોજ ઝઘડા કરતી હતી અને એક સમયે પીડિતાએ એવી ધમકી પણ આપી હતી કે તે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી લેશે. રોજના ઝઘડાઓથી નિરાશ થઈને, આરોપી મહિલાએ તેની માતાને 90 ઊંઘની ગોળીઓ પીવા માટે દબાણ કર્યું અને જ્યારે પીડિતાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી ત્યારે તેણે કથિત રીતે દુપટ્ટા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા પછી આરોપી મહિલા પોતાના પિતાના ફોટા સાથે લાશને સૂટકેસમાં બંધ કરીને સીધી માયકો લેઆઉટ પોલીસ સ્ટેશન આવી હતી. અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

Most Popular

To Top