National

રાજસ્થાનની જેલમાં આસારામને કોરોના : ઑક્સિજનનું સ્તર ઘણું ઓછું થઈ જતા આઈસીયુમાં દાખલ

જયપુર: રાજસ્થાન (RAJSTHAN)ની જોધપુર સેન્ટ્રલ જેલ (JODHPUR CENTRAL JAIL)માં સજા ભોગવી રહેલા આસારામ (ASARAM)ને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેલમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (CORONA POSITIVE) આવ્યા બાદ આસારામને જેલમાં વહીવટી તંત્ર દ્વારા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમનું કોરોના સંક્રમણના કારણે ઑક્સિજનનું સ્તર ઘણું ઓછું (OXYGEN LEVEL DOWN) થઈ ગયું હોવાથી આસારામને હોસ્પિટલના આઈસીયુ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
જેલના એક અધિકારીએ કહ્યું કે, બુધવારે રાત્રે તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમની તબિયત લથડી હતી.
જોધપુર સેન્ટ્રલ જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, અન્ય કેદીઓની સાથે આસારામના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ બે દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. એસ એન મેડિકલ કોલેજના આચાર્ય એસ એસ રાઠોડ તેમના હેઠળ એમ જી હોસ્પિટલ આવે છે તેમણે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એમજી હોસ્પિટલના અધિક્ષક રાજશ્રી બેહરાએ પણ કોલનો જવાબ આપ્યો ન હતો. આ દરમિયાન, હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર ફેલાતાં તેના સમર્થકો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં એમજી હોસ્પિટલની બહાર એકઠા થયા હતા.

કેટલાક લોકોએ તેમને એઈમ્સમાં દાખલ કરવાની માંગ પણ કરી હતી, પરંતુ હોસ્પિટલના વહીવટીતંત્રે કહ્યું કે આવી કોઈ જરૂર નથી. કેટલાક લોકોએ તેની એક ઝલક મેળવવા માટે હોસ્પિટલમાં પ્રવેશવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ કર્મચારીઓએ તેમના પ્રયાસ નિષ્ફળ બનાવ્યાં હતા.

Most Popular

To Top