ખાનગી હોસ્પિટલમાં ભટકી ચૂકેલા 40 નોનકોવિડ દર્દીઓને સિવિલ હોસ્પિટલે જીવનદાન આપ્યું

સુરત: સુરત શહેર (SURAT CITY)માં છેલ્લા એક મહિનાથી કોરોના (CORONA)ની ભયાવહ પરિસ્થિતિને કારણે અનેક લોકોના મોત (DEATH) થયા છે તો હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થતા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો (PRIVATE HOSPITAL) ઊભરાઈ ગઈ હતી. આ દરમિયાન નવી સિવિલમાં તમામ ઓપીડી અને ઓપરેશનનો બંધ કરી દેવાયા હતા. પરંતુ શહેર અને જિલ્લાના 40 એવા લોકો છે જેમના માટે આ કપરા કાળમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબો સતત કોરોનાની ડ્યુટીમાં વ્યસ્ત છે તેની વચ્ચે પણ 40 લોકોને જીવનદાન (LIFELINE) આપ્યું હતું.

કોરોનાકાળમાં ઓપીડી અને ઓપરેશનો બંધ કરાતા નોનકોવિડ (NON COVID) ગરીબ દર્દીઓની હાલત વધારે કફોડી બની છે. સામાન્ય દિવસોમાં નવી સિવિલમાં માત્ર ઓર્થોપેડિક વિભાગ દ્વારા 200 થી 250 ઓપરેશન થતા હોય છે. પરંતુ કોરોનાકાળમાં માત્ર ઇમરજન્સી ઓપરેશનો ચાલું રખાયા હતા. તમામ સ્ટાફ કોવિડની ડ્યૂટીમાં વ્યસ્ત હોવા છતાં ઓર્થોપેડિક વિભાગના તબીબોની ટીમએ 40 જેટલા લોકોને જીવનદાન આપ્યું હતું. 40 ઇમરજન્સી ઓપરેશનો કરવામાં આવ્યા હતા. ઘણા દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં ઓપરેશન માટે ના પાડી દેવામાં આવી હતી તો ઘણાને વધારે રૂપિયા કહેતા છેલ્લે નવી સિવિલમાં તેમનો બીજો જન્મ થયો હતો.

કોરોનાના ભય વચ્ચે પીપીઈ કીટ પહેરી ઓપરેશન કરાયા

નવી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા 40 લોકોને કોરોનાકાળમાં જીવનદાન આપવામાં આવ્યું હતું. આ 40 લોકોને કોરોના હોવાના ભય સાથે માત્ર રેપિડ ટેસ્ટ કરાવી ઓપરેશન કરાયું હતું. કારણકે આરટીપીસીઆર કરાવે તો 48 કલાક બાદ રિપોર્ટ મળે છે. ઇમરજન્સી કેસમાં ઓપરેશન તાત્કાલિક કરવાનું હોવાથી તબીબોએ પીપીઈ કીટ પહેરીને ઓપરેશન કર્યું હતું.

3 યુનિટ ભેગા થઈને કામ કરે છે

ઓર્થોપેડિક વિભાગમાં તબીબો દ્વારા 3 યુનીટમાં કામ કરવામાં આવે છે. પરંતુ કોરોનાકાળમાં દર્દીઓને હાલાકી નહીં થાય તે માટે 3 યુનીટ ભેગા થઈને કામ કરી રહ્યા છે. ડો.પરીમલ, ડો.જીજ્ઞેશ, ડો.નાગેશ, ડો.ચિરાગ સહિત પાંચથી છ ડોક્ટરોની ટીમ મળીને કામ કરી રહી છે.

કેસ – 1: ઉમરપાડાનો યુવાન ચાર હોસ્પિટલોમાં ભટક્યા બાદ સિવિલએ બચાવ્યો
ઉમરપાડા ખાતે 20 વર્ષીય યુવકનું 15 દિવસ પહેલા જ્યારે કોરોનાના સૌથી વધારે કેસ હતા ત્યારે ઉમરપાડા પાસે અકસ્માત થયું હતું. ઉમરપાડા બાદ માંડવીની ખાનગી હોસ્પિટલમાં બાદમાં બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં પણ ખાનગી હોસ્પિટલોને મોફાડ રૂપિયા કહેતા યુવાનને નવી સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તાત્કાલિક ઓપરેશન કરી તેનો જીવ બચાવી લેવાયો હતો. યુવાનને કાંડાની પાસે હાડકી ફ્રેક્ચર થતા પ્લેટ નાખી સર્જરી કરવામાં આવી હતી.

કેસ – 2: શહેરના ગોડાદરા ખાતે રહેતા 45 વર્ષીય યુવકનું અકસ્માત થતાં થાપાનું અને ઢીચણનું હાડકું ફ્રેક્ચર થયું હતું. 4 થી 5 ટુકડા થતા તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચો કહેતા તેઓ નવી સિવિલમાં આવ્યા હતા. નવી સિવિલમાં લાવ્યા ત્યારે તેમની હાલત વધારે ક્રિટીકલ હતી. તેમના પગના નીચેનું માસ પણ ગાયબ હતું. જેથી તીબબોએ તાત્કાલિક ઓપરેશન કરી જીવનદાન આપ્યું હતું.

Related Posts